Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પોસ્ટ ઓફિસ દ્વારા 'ઢાઇ આખર' વાર્ષિક પત્ર લેખન સ્પર્ધા

 

રાજકોટ તા.૫ : ભારતીય ટાપાલ વિભાગ દ્વારા ''ઢાઇ આખર'' પત્ર લેખન સ્પર્ધા યોજવામાં આવેલ છે. આ સ્પર્ધાની વિગત આ મુજબ છે. ૧. પત્ર લેખનનો વિષયક છે ''પ્રિય બાપૂ આપ અમર હૈ'',  પત્ર હિન્દી, ઈંગ્લીશ અથવા લોકલ ભાષામાં લખી શકાશે. , પત્ર  ''ચીફ પોસ્ટ માસ્તર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ - ૩૮૦૦૦૧'' ને સંબોધીને લખવાનો રહેશે. , પત્ર મોકલવાની છેલ્લી તારીખ ૩૦-૧૧-૨૦૧૯ રાખેલ છે. આ તારીખ પહેલા પત્ર અમદાવાદ પોહચાડવાનો રહેશે. પ્રતિયોગીતામાં આ મુજબની શ્રેણીઓ રહેશે જેમાં ૧૮ વર્ષની ઉમર સુધી , અંતરદેસીય પત્ર કાર્ડ શ્રેણી (શબ્દ મર્યાદા ૫૦૦ શબ્દ), પરબીડીયા શ્રેણી શબ્દ (શબ્દ મર્યાદા ૧૦૦૦ શબ્દ સુધી ) (જેમા એ૪ સાઇઝના કોરા કાગળ પર પત્ર લખવાનો રહેશે.  ઉમરના દાખલા તરીકે પત્ર ઉપર નીચે મુજબનું સર્ટીફીકેટ લખવાનુ રહેશે.

આથી હું લેખિત બાહેંધરી આપુ છુ કે તારીખ ૦૧-૦૧-૧૯ના દિવસે હું ૧૮ વર્ષથી ઓછી/વધુ ઉમર ધરાવુ છુ., સરકાર દ્વારા કુલ ૩ ઈનામો આપવામાં આવશે. જે ઈનામો આ મુજબ છે.

ગુજરાત લેવલના ઈનામો

પ્રથમ ઈનામ -રૂ. ૨૫૦૦૦/-(પચીસ હજાર), દ્રિતીય ઈનામ - રૂ. ૧૦,૦૦૦(દસ હજાર), તૃતિય ઈનામ - રૂ. ૫૦૦૦( પાંચ હજાર)

રાષ્ટ્રીય લેવલના ઈનામો

પ્રથમ ઈનામ -રૂ. ૫૦૦૦૦/-(પચાસ હજાર), દ્રિતીય ઈનામ - રૂ. ૨૫,૦૦૦(પચીસ હજાર) , તૃતિય ઈનામ - રૂ. ૧૦,૦૦૦( દસ હજાર)

(4:17 pm IST)