Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સદ્ગુરૂ-આશ્રમે વિઘ્નેશ્વરના હર્ષભેર વધામણા

રાજકોટ :. આશ્રમ રોડ પર આવેલા શ્રી સદ્ગુરૂ - સદન પૂ. શ્રી રણછોડદાસજી મહારાજશ્રીના આશ્રમને આંગણે ગુરૂદેવ અને ગણપતિ પ્રભુનું પાવનકારી મિલન થયુ છે. સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ વસાણી, ભાવેશભાઈ વસાણી, જીતુભાઈ ગણાત્રા પરિવાર, સદ્ગુરૂ આશ્રમ અને પૂજ્ય શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પીટલના સ્ટાફની સમગ્ર ટીમ, નેત્રયજ્ઞ સેવાર્થીઓની ટીમ અને રણછોડનગરના સદ્ગુરૂ પ્રિય ભાઈ-બહેનો વિઘ્નેશ્વર શ્રી ગણેશની મંગલમૂર્તિના સામૈયામા રંગેચંગે જોડાયા હતા. શ્રી ગણેશ પ્રભુની મંગલમૂર્તિ પ્રતિમાને શાસ્ત્રોકત વિધિવિધાન સાથે સુશોભિત આસન પર પધરાવાઈ ત્યારે 'ગણપતિબાપા મોરીયા' (વેલકમ ગણપતિ બાપા)ના હર્ષનાદોથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. વિદ્વાન શાસ્ત્રી શ્રી દિલીપભાઇએ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર અને વિધિવિધાનથી વિઘ્નેશ્વર પ્રભુની પ્રસન્નતા વ્યપ્ત કરી હતી. રઘુવંશી શ્રેષ્ઠી જીતુભાઇ ગણાત્રા પરિવારે મુખ્ય યજમાન તરીકે પૂજા, અર્ચના, પાવનકારી હવનનો લ્હાવો લીધો હતો. સદ્ગુરૂ પ્રિય વરિષ્ઠ પત્રકાર કાંતિભાઇ કતિરા આ મંગલમય અવસરે ઉપસ્થિત રહ્યા હતાં અને સામૂહિક મહાઆરતીનો લ્હાવો લીધો હતો.  તા. ૧ર સુધી ચાલુ રહેનાર આ અવસરનો ધર્મપ્રેમીજનોએ લાભ લેવા ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણીએ જાહેર નિમંત્રણ આપેલ છે. ગણપતિ-વિસર્જનની શાસ્ત્રોકત  વિધિ તા. ૧રના બપોરે૧-૩૦ વાગ્યે રાખવામાં આવી હોવાનું જણાવાયું છે.

(4:12 pm IST)