Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મહિલા ચેતના જગાવતી ગુજરાતી અર્બન ફિલ્મ 'તપ'નું લોન્ચીંગ

રાજકોટ : મહિલા જાગૃતિ અભિયાન અને સામાજિક વ્યવસ્થાને વાચા આપતી અર્બન માતૃભાષા ફિલ્મ 'તપ' નો ઉદ્દ્ઘાટન સમારોહ તાજેતરમાં ગરીમાપૂર્ણ રીતે યોજાયો હતો. પ્રમુખસ્થાને મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય તેમજ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ઉપસ્થિત રહી દીપપ્રાગટય કરેલ. કાર્યક્રમ સંયોજક હિતેન્દ્રભાઇ પટેલ (બજરંગભાઇ) (નિર્માતા બિલ્ડર્સ સુરેન્દ્રનગર) તથા કાર્યકારી નિર્માતા ઉપેન્દ્રભાઇ મારૂ (ઉપપ્રમુખ બીજેપી સુરેન્દ્રનગર) એ પ્રાસંગીક પ્રવચન કરેલ. મંચ પર ગૌરવ પુરસ્કૃત શ્રીમતી આવૃતિબેન નાણાવટી, શ્રીમતી ડો. દમયંતિબેન ગણાત્રા, સંગીતકાર મનોજ વિમલ, ગાયક સોનલ ગઢવી, આસીફ જેરીયા, નીધી ધોળકીયા, ભાસ્કર શુકલ, ગીતકાર દીલીપ જોષી, ભુષિત શુકલ, જય ડોડીયા, પટકથા સંવાદક સંજય ગોહિલ, અમદાવાદથી ફિલ્મ કલાકારો પરીક્ષીતકુમાર, નીરાલી જોષી, સ્થાનીક વૃંદા નથવાણી તેમજ અતિથિ વિશેષ રમેશભાઇ ટમાલીયા, વિજયભાઇ કારીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સ્વાગત શ્રીમતી પુષ્પાબેન ડોડીયા, ભાવેશ આચાર્ય, જુસબભાઇ પરમાર, જાવેદ જુનેજાએ કરેલ. બજરંગ મુવીઝ નિર્માણાધીન 'તપ' ફિલ્મના દિગ્દર્શક અઝીઝ ઇબ્રાહીમ છે અને સંગીતકાર મનોજ વિમલ તથા ડીઓપી સોહીલ ઠકકર છે. સમગ્ર સંચાલન જાણીતા ઉદ્દઘોષક જયંતભાઇ જોષી અને પલ્લવીબેન વ્યાસે  કરેલ. નિર્માણ વ્યવસ્થા જાવેદ અઝીઝ, કબીરે સંભાળી હતી.

(4:11 pm IST)