Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ફિટનેશ બ્રાન્ડ 'ઝુમ્બા'નો ૨૧ મીએ રાજકોટમાં માસ્ટર કલાસ

'અકિલા' મીડીયા સપોર્ટર : સર્ટીફાઇડ ઝીંગ ઋતુ ભોજાણી વર્ગ લેશે : ઉંમરના બાધ વગર સૌકોઇને એન્ટ્રી : ૧૯ મી સુધીમાં નામ નોંધાવી લેવા આહવાન

રાજકોટ તા. ૫ : મનોરંજન કરતા કરતા કસરત થઇ જાય એવી નવી વિકસાવાયેલી પધ્ધતી એટલે 'ઝુમ્બા'. ચોમેર ક્રેઝી બની ચુકેલ આ ફીટનેશ બ્રાન્ડ 'ઝુમ્બા' નો માસ્ટર કલાસ આગામી તા. ૨૧ ના રાજકોટ ખાતે યોજાવા જઇ રહ્યો છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઝુમ્બાના સર્ટીફાઇડ ઝીંગ ઋતુ ભોજાણીએ જણાવેલ કે આ એકસરસાઇઝ માટેનો એવો વર્કશોપ હશે જેમાં કોઇપણ ઉંમરની વ્યકિત એટલે કે અબાલવૃધ્ધ સૌકોઇ જોડાઇ શકશે. ખાસ રીતે વિકસાવાયેલ મ્યુઝીકની સાથે સાથે એકસરસાઇઝ કરીને ફન વર્કઆઉટ સાથે ફીટનેશ મેળવી શકાય છે.

તા. ૨૧ સપ્ટેમ્બરના શનિવારે સાંજે પ.૩૦ થી ૭.૩૦ સુધી 'હોટલ સરાઝા', કોસ્મોપ્લેકસની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજીત આ ઝુમ્બા માસ્ટર કલાસમાં જોડાવા મોડામાં મોડા તા. ૧૯ સુધીમાં (રૂ.૨૫૦ ટોકન શુલ્ક સાથે) રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

'અકિલા' મીડીયા સપોર્ટર તરીકે તેમજ 'ગુજજુ ગેટ પ્રોડકશન સહયોગમાં રહેશે. અન્ય સ્પોન્સરોની મદદથી યોજવામાં  આવેલ આ ઝુમ્બા માસ્ટર કલાસમાં જોડાવા રજીસ્ટ્રેશન તેમજ વધુ માહીતી માટે ઋતુ ભોજાણી મો.૯૩૧૬૨ ૯૭૧૪૪ અથવા કિંજલ પારેખ મો.૯૭૨૭૨ ૫૦૭૦૫ નો સંપર્ક કરી શકાશે.

અહીં માહીતી આપતા ઋતુ ભોજાણીએ જણાવેલ કે મને નાનપણથી ડાન્સ ક્ષેત્રે રસ હતો. એક વખત ઝુમ્બાનો અનુભવ કરતા વેઇટ લોસની જાદુઇ અસર જોવા મળી અને મે પણ ઝુમ્બાને આત્માસાત કરી લીધુ. છેલ્લા દોઢેક વર્ષથી ઝુમ્બા ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપી રહી છે. રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં થયેલ માસ્ટર કલાસીસમાં જોડાઇ છુ. હવે અમે જાતે જ માસ્ટર કલાસ લેવા જઇ રહ્યા છીએ.

ઝુમ્બાના ફાયદા વર્ણવતા તેઓએ જણાવેલ કે ઝુમ્બા એ એવી એકસર સાઇઝ છે જેમાં મ્યુઝીક સાથે જોડાયેલુ હોય છે.  એટલે મનોરંજન કરતા કરતા આરોગ્યની સુખાકારી મેળવી શકાય તેવી આ પધ્ધતી છે. ઝુમ્બાથી કલાકમાં ૪૦૦ થી ૬૫૦ કેલરી બર્ન કરી શકાય છે. વળી આમાં ઉંમરનો કોઇ બાધ હોતો નથી, એટલે કોઇપણ વયના સ્ત્રી, પુરૂષ, બાળકો, વૃધ્ધો જોડાઇ શકે છે.

તસ્વીરમાં ઝુમ્બા માસ્ટર કલાસ અંગેની વિગતો 'અકિલા' ખાતે વર્ણવી રહેલ ઝીંગ ઋતુ ભોજાણી, કિંજલ પારેખ, નીતીન વાઘેલા, કરન પૂજારા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:04 pm IST)