Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સરગમ પરિવારના સભ્યો માટે સપ્ટેમ્બર–ઓકટોબરના કાર્યક્રમો જાહેર

નાટય શો, ફિલ્મ શો, પ્રવાસ, કનૈયાનદં રાસોત્સવ, ગોપી રાસોત્સવ, સર્વરોગ નિદાન કેમ્પ, પંચામૃત કાર્યક્રમ સહિતના કાર્યક્રમોની વણઝારઃ કેનાલ રોડ ઉપર આરોગ્ય સેન્ટર અને મલ્ટી એકિટવીટી સેન્ટરનો પણ ટૂંક સમયમાં પ્રારંભઃ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા

રાજકોટ, તા. ૫ :  છેલ્લા ચાર દાયકાથી વિવિધ ક્ષેત્રની સેવાકીય પ્રવૃત્ત્િ। કરતી સરગમ કલબ સપ્ટેમ્બર–ઓકટોબર માસના વિવિધ કાર્યક્રમો ઘડી કાઢયા છે જેમાં કપલ કલબ, લેડીઝ કલબ, સિનિયર સિટીઝન કલબ અને જેન્ટસ કલબ માટે નાટય શો ઉપરાંત ચિલ્ડ્રન કલબ માટે ફિલ્મ શો, પપેટ શો, ફેશન શો અને કનૈયાનદં રાસોત્સવ તેમજ બહેનો માટે ગોપી રાસોત્સવ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન સર્વરોગ નિદાન કેમ્પ તેમજ પ્રવાસ પણ યોજાશે. સરગમ કલબ દ્રારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ જાહેર જનતા માટે નવરાત્રિ પછી પંચામૃત મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં ડાયરો, હસાયરો, સંગીત સંધ્યા, મ્યુઝીકલ નાઈટ અને રાસોત્સવ યોજાશે. સરગમ કલબ દ્વારા કેનાલ રોડ ઉપર મલ્ટી એકિટવીટી સેન્ટર અને આરોગ્ય સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનો લાભ જાહેર જનતાને ટૂંક સમયમાં મળશે. સરગમ કલબની આ વિવિધ પ્રવૃત્ત્િ।ઓ માટે હાલના કર્ણાટકના રાયપાલ વજુભાઈ વાળા તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે તેમ આજે એક પત્રકાર પરિષદમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું.

ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, લોકોપયોગી અનેક સેવાઓ થકી જન જન સુધી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સરગમ કલબ દ્વારા નવલી નવરાત્રીના તહેવારોમાં આરોગ્ય સેન્ટર અને મલ્ટી એકટીવીટી સેન્ટરનો શુભારભં થવા જઈ રહ્યો છે. શ્રીમતિ લાભુબેન ડાયાભાઈ પટેલ (ઉકાણી પરિવાર) બાન લેબ્સ પ્રા.લિ.ના સહયોગથી આ સેન્ટર શરૂ થશે. ડો.સિદ્ઘાર્થ પટેલ અને ડો.નીતાબેન એસ.પટેલના સહયોગથી આરોગ્ય સેન્ટર અને મલ્ટી એકિટવીટી સેન્ટર બિલ્ડિંગ તૈયાર કરાયું છે.

અનેક સુવિધાઓથી સરગમ આરોગ્ય સેન્ટર અને મલ્ટી એકિટવીટી સેન્ટર (ગુંદાવાડી ચોકની પાસે, દેના બેન્કની બાજુમાં, કેનાલ રોડ, રાજકોટ–૧, મો.૯૭૨૪૯ ૪૯૩૪૫)માં રાહતદરનું દવાખાનું, લેબોરેટરી યુનિટ, લેડીઝ હેલ્થ કલબ, જેન્ટસ જીમ, ફિઝીયોથેરાપી સેન્ટર, શિવણ કલાસીસ, યોગા–એરોબીક સેન્ટર, વેલનેશ થેરેપી સેન્ટર, એકયુપ્રેસર સેન્ટર અને વિવિધ રોગોના નિદાન કેન્દ્રોની સગવડ ઉભી કરવામાં આવી છે.

વિવિધ સુવિધાઓ માટે શહેરના નામી–અનામી દાતાઓનો પૂરતો સહયોગ મળ્યો છે જેમાં યોગા–એરોબીક સેન્ટરના મુખ્ય દાતા તરીકે પૂજારા ટેલિકોમના યોગેશભાઈ પુજારા, વેલનેશથેરેપી અને એકયુપ્રેસર સેન્ટરના મુખ્ય દાતા તરીકે ગીરીશભાઈ કેશવલાલ પરસાણા, ઘનશ્યામભાઈ કેશવલાલ પરસાણા (ચિત્રા કન્સ્ટ્રકશન કં), લેડીઝ હેલ્થ કલબના મુખ્ય દાતા તરીકે સ્વ.ભગવતીબેન દોલતરામ નંદવાણા લેડીઝ હેલ્થ કલબના હસ્તે સુરેશભાઈ નંદવાણા અને હિમાંશુભાઈ નંદવાણા (ભવાની ઈન્ડસ્ટ્રીઝ), ફિઝીયોથેરેપી સેન્ટરના દાતા તરીકે સ્વ.મોરારજી ખેરાજ ઠકરાર (લંડન), સ્વ.નર્મદાબેન મોરારજી ઠકરાર (લંડન), જય ઠકરાર–રાધિકા ઠકરાર (યુ.કે.), સુરજ ઠકરાર–પૂજા ઠકરાર (યુ.કે.), ડો.રાધિકા રજનીભાઈ ઠકરાર (યુ.કે.), શિવણ વિભાગના દાતા તરીકે સ્વ.મોરારજી ખેરાજ ઠકરાર (લંડન), સ્વ.નર્મદાબેન મોરારજી ઠકરાર (લંડન), રજનીભાઈ ઠકરાર (યુ.કે.) અને શ્રીમતી યોતિબેન ઠકરાર (યુ.કે.), નિદાન કેન્દ્રના મુખ્ય દાતા તરીકે સ્વ.પુનમબેન જનકબા વાળાના સહયોગથી બિસુભાઈ વાળા, લેબોરેટરી વિભાગના મુખ્ય દાતા તરીકે સ્વ.જયસુખભાઈ શાંતિલાલ પારેખ (શિલ્પા લાઈફ સ્ટાઈલ, પારેખ પરિવાર) શ્રી રમેશભાઈ પારેખ, શ્રી પ્રભુદાસ ભાઈ પારેખ, હસમુખભાઈ પારેખ હસ્તે મેહુલભાઈ પારેખ લેબોરેટરી માં સહયોગ મળેલ છે. તેમજ રાહતદરના દવાખાના માટે લમણભાઈ જી.માંડવીયા, નંદલાલભાઈ માંડવીયા (આઈ.એન.એમ. ફાઉન્ડેશન)નો મુખ્ય સહયોગ પ્રાપ્ત થયો છે.

આ બિલ્ડિંગ રિનોવેશનના મુખ્ય દાતાઓમાં મૌલેશભાઈ પટેલ (બાનલેબ્સ પ્રા.લિ.), મનિષભાઈ માડેકા (રોલેકસ રિંગ્સ પ્રા.લિ.), કિરીટભાઈ આદ્રોજા (એન્જલ પમ્પ ગ્રુપ), અરવિંદભાઈ દોમડીયા (કૃણાલ સ્ટ્રકચર પ્રા.લિ.), હરેશભાઈ લાખાણી (ડી.એમ.એલ.ગ્રુપ ઓફ કંપની), ભુપતભાઈ બોદર (શિવમ જેમીન પેટ્રોલિયમ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સહયોગી દાતા તરીકે અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ ગ્રુપ), ગુણવંતભાઈ ડેલાવાળા (ડેલાવાળા પરિવાર), સ્મિતભાઈ પટેલ (કલાસીક નેટવર્ક), ખોડીદાસભાઈ પટેલ (આર.કે.યુનિવર્સિટી), નાથાભાઈ કાલરીયા (સનફોર્જ પ્રા.લિ.), જગદીશભાઈ ડોબરીયા (જે.પી.સ્ટ્રકચર્સ પ્રા.લિ.), જીતુભાઈ ચંદારાણા (મારવાડી યુનિવર્સિટી), હેતલભાઈ રાજયગુરૂ (એચ.પી.રાજયગુરૂ), નિરજભાઈ આર્ય (ઉત્કર્ષ ઈસ્પાત એલ.એલ.પી.), નરેશભાઈ લોટીયા (બી.આર.કે.ટેકસયાન પ્રા.લી.), સ્વ.કાનજીભાઈ ચકુભાઈ ભમ્મર હસ્તે પ્રમોદભાઈ ભમ્મર (ટેમ્પટેશન રેસ્ટોરન્ટ) સહયોગ આપી રહ્યા છે.

સરગમ લેડીઝ કલબ - નાટય શો

સરગમ લેડીઝ કલબના સભ્ય નં.૧થી ૧૨૫૦ માટે તા.૭–૯–૧૯ને શનિવારે બપોરે ૩થી ૫ૅં૩૦ વાગ્યા દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહ–રાજકોટ ખાતે મુંબઈના પ્રખ્યાત નાટક શો શ્નકોમન મેન એજ સુપરમેન'નું આયોજન કરવામાં આવ્યું છે આ નાટકમાં જાણીતા ટીવી કલાકારો અભિનય આપી રહ્યા છે. સરગમ લેડીઝ કલબના સભ્ય નં.૧૨૫૧થી ૨૫૦૦ માટે તા.૮–૯–૧૯ને રવિવારે બપોરે ૩થી ૫:૩૦ દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહ ખાતે આ નાટકનો બીજો શો યોજાશે.

સરગમ કપલ કલબ- નાટય શો

સરગમ કપલ કલબના સભ્ય નં.૧થી ૧૧૫૦ માટે મુંબઈ નું પ્રખ્યાત નાટક શો

'કોમન મેન એજ સુપરમેન' નાટકનો પ્રથમ શો તા.૭–૯–૧૯ને શનિવારે રાત્રે ૧૦ કલાકે, સભ્ય નં.૧૧૫૧ થી ૨૩૦૦ માટે તા.૮–૯–૧૯ને રવિવારે રાત્રે ૧૦ કલાકે, સભ્ય નં.૨૩૦૧થી ૩૪૫૦ માટે તા.૯–૯–૧૯ને સોમવારે રાત્રે ૧૦ કલાકે, સભ્ય નં.૩૪૫૧થી ૪૬૦૦ માટે તા.૧૦–૯–૧૯ને મંગળવારે રાત્રે ૧૦ કલાકે અને સભ્ય નં.૪૬૦૧થી ૫૬૦૦ માટે તા.૧૧–૯–૨૦૧૯ને બુધવારે રાત્રે ૧૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે યોજાશે.

સરગમ જેન્ટસ કલબ- નાટય શો

સરગમ જેન્ટસ કલબના સભ્ય નં.૧થી  ૬૦૦ માટે તા.૧૧–૯–૧૯ને બુધવારે રાત્રે ૧૦ કલાકે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે મુંબઈ નું પ્રખ્યાત 'કોમન મેન એજ સુપરમેન' નાટય શો યોજાશે.

આમંત્રિતો માટે નાટ્ય શો

સરગમ કલબના દાતાઓં અને આમંત્રિતો માટે તા. ૧૨/૯/૧૯ ને ગુરૂવારના રાત્રે ૧૦ કલાકે હેમુગઢવી નાટયગૃહ ખાતે મુંબઈનું પ્રખ્યાત 'કોમન મેન એજ સુપરમેન' નાટ્ય શો યોજાશે.

સરગમ સિનિયર સિટીઝન કલબ- નાટય શો

સરગમ સિનિયર સિટીઝન કલબના સભ્ય નં.૧થી ૧૨૦૦ માટે તા.૭–૯–૧૯ને શનિવારે સાંજે ૬:૩૦થી ૯ અને સભ્ય નં.૧૨૦૧થી ૨૪૦૦ માટે તા.૮–૯–૧૯ને રવિવારે સાંજે ૬:૩૦થી ૯ દરમિયાન 'શ્રીમતી ૪૨૦' નાટય શો હેમુગઢવી નાટયગૃહ ખાતે યોજાશે.આમંત્રિતો માટે તા.૧૨/૯/૧૯ હેમુગઢવી નાટયગૃહમાં રાતે ૧૦ કલાકે મુંબઈનું પ્રખ્યાત 'કોમન મેન એજ સુપરમેન' નાટ્ય શો યોજાશે.

સરગમ ચિલ્ડ્રન કલબ

સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યો માટે ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું છે. સભ્ય નં.૧થી ૧૪૦૦ માટે તા.૮–૯ને રવિવારે સવારે ૮:૩૦થી ૧૧ અને સભ્ય નં.૧૪૦૧થી ૨૮૦૦ માટે તા.૮–૯ને રવિવારે સવારે ૧૧:૩૦થી ૨ વાગ્યા દરમિયાન હેમુગઢવી નાટયગૃહ ખાતે બાળકોને ફિલ્મ બતાવવામાં આવશે. આવી જ રીતે સભ્ય નં.૧થી ૧૪૦૦ માટે તા.૨૨–૯ને રવિવારે સવારે ૮:૩૦થી ૧૦:૩૦ દરમિયાન અને સભ્ય નં.૧૪૦૧થી ૨૮૦૦ માટે તા.૨૨–૯–૧૯ને રવિવારે સવારે ૧૧થી ૧ દરમિયાન હેમુ ગઢવી નાટયગૃહ ખાતે 'ધી ઈન્ટરનેશનલ લાઈવ પપેટ શો'નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત તા.૨૨–૯–૧૯ના બાળકો માટે ટ્રેડીશનલ ફેશન શો નવરાત્રીને અનુરૂપ બપોરે ૪ કલાકે હેમુગઢવી હોલમાં યોજાશે. આ ફેશન શો માં જે બાળકો મેમ્બર હોઈ તેને ભાગ લેવો હોઈ તેના ફોર્મ સરગમ કલબ ની ઓફીસે થી મળશે.

સર્વરોગ નિદાન કેમ્પ - સોરાષ્ટ્રની જાહેર જનતા માટે વિના મુલ્યે

સરગમ કલબ દ્રારા દર વર્ષે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્ત્।ે યોજાતાં સર્વરોગ નિદાન કેમ્પનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૫–૯ને રવિવારે સવારે ૮:૩૦ વાગ્યાથી કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક ખાતેથી આ કેમ્પ શરૂ થઈ જશે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર્રભરમાંથી આવતાં ગરીબ અને જરૂરિયાતમદં દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જરૂરિયાતમદં દર્દીઓને સારવાર અને દવા ઉપરાંત સુવિધા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. કેમ્પમાં જનરલ ફિઝીશ્યન, પ્લાસ્ટિક સર્જન, ઓર્થેાપેડિક, ન્યુરો સર્જન, હાર્ટ સ્પેશ્યાલિસ્ટ, કેન્સર નિષ્ણાત, માનસિક રોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત, દાંતના રોગના નિષ્ણાત, બાળરોગ, હોમિયોપેથીક, પેટ–આંતરડાના નિષ્ણાત ડોકટરો પોતાની સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ સવારે ૮:૩૦ કલાકે પહોંચી જવાનું રહેશે. કેમ્પમાં એકસ–રે, એકયુપ્રેશર, લેબોરેટરી વગેરે પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આંખના ઓપરેશન સાથે નેત્રમણી પણ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પ માટે કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ અને અશોક ગોંધીયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટનો અને જે.વી.સેઠિયા ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ મળ્યો છે. આ ઉપરાંત કેમ્પ માટે ઈન્ડીયન મેડિકલ એસોસિએશન–રાજકોટનો સહયોગ સાંપડી રહ્યો છે.

કનૈયાનદં રાસોત્સવ

સરગમ કલબ દ્વારા આ વર્ષે પણ કનૈયાનદં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નાગર બોડિગ વિરાણી હાઈસ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં આ રાસોત્સવ યોજાશે. રાજકોટના કોઈ પણ બાળકો માટે સીઝન પાસના રૂ.૪૦૦ની ફી ચૂકવી સિઝન પાસ મેળવી શકશે. એ ગ્રુપમાં ૭થી ૧૦ વર્ષ અને બી ગ્રુપમાં ૧૧થી ૧૫ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. આ મહોત્સવ તા.૨૯–૯–થી ૭–૧૦–૨૦૧૯ સુધી દરરોજ રાત્રે ૯ વાગ્યાથી શરૂ થઈ જશે. આ રાસોત્સવમાં દરરોજ ૫૦ વિજેતાઓ જાહેર કરવામાં આવશે અને છેલ્લા દિવસે વિજેતાઓ વચ્ચે સેમિફાઈનલ સ્પર્ધાઓ થશે તેમાં ૧૦ ભાઈઓ તથા ૧૦ બહેનોને ઈનામોથી નવાજવામાં આવશે. આ રાસોત્સવમાં ભાગ લેવા માટેના ફોર્મનું વિતરણ સરગમ કલબના તમામ વિભાગોમાં ચાલી રહ્યું છે. આ માટેના ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ ૨૭–૯–૧૯ રહેશે.

ચિલ્ડ્રનકલબના તમામ સભ્યો માટે વન-ડે દાંડીયારાસ

ચિલ્ડ્રન કલબના તમામ સભ્યો માટે તા.૨૮–૯ના ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડમાં સાંજે ૬ વાગ્યાથી દાંડિયારાસનું પણ આયોજન કરાયું છે.

ગોપી રાસોત્સવ

સરગમ લેડીઝ કલબ દ્રારા આ વર્ષે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં ગોપી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવના સીઝન પાસની ફી મેમ્બર માટે રૂ.૩૦૦ રાખવામાં આવી છે ત્યારે કલબ સિવાયના અન્ય બહેનો માટે સીઝન પાસની ફી રૂ.૪૦૦ નિર્ધારિત કરાઈ છે. આ ગોપીરાસ તા.૨૯–૯ થી તા.૮–૧૦સુધી રાખવામાં આવેલ છે દરરોજ રાત્રે ૯ વાગ્યાથી શરૂ થઈ રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલશે. આ માટેના ફોર્મનું વિતરણ સરગમ કલબના દરેક વિભાગોમાં શરૂ થઈ ચૂકયું છે અને ફોર્મ ભરીને પરત કરવાની તારીખ ૨૭–૯ છે. આ માટેના પ્રવેશ કાર્ડ સરગમ કલબ, જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞિક રોડ ઉપરથી મળશે.

સીમલા, કુલુ–મનાલી પ્રવાસ

સરગમ કલબ દ્વારા આ વખતે સીમલા, કુલુ–મનાલી, ચંદીગઢ, નૈનીતાલ, ભીમતાલ, હરિદ્વાર, મેસુરી, દહેરાદૂન, ઋષિકેશ, દિલ્હી સહિતના સ્થળો માટે તા.૧–૧–૨૦૨૦થી તા.૧૫–૧–૨૦૨૦ સુધી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસમાં ભાગ લેનારા પ્રતિ વ્યકિતદીઠ રૂ.૨૬૦૦૦/-ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રવાસમાં આવવા ઈચ્છુક વ્યકિતએ તા.૧૦/૯/૧૯ સુધીમાં રૂ.૫૦૦૦/- નો પ્રથમ હપ્તો ભરીને જાગનાથ ઓફિસ ખાતે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા પાસે પોતાનું નામ નોંધાવાનું રહેશે. રેલ્વેનું બુકિંગ કરવાનું હોવાથી વહેલાસર નામ નોંધવા.પ્રવાસ દરમિયાન શુદ્ઘ ગુજરાતી ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે.

વધુ જાણકારી માટે સરગમ કલબની ઓફીસે સમ્પર્ક કરવો જાગનાથ મંદિર ચોકમાં.

જાહેર જનતા માટે વિના મુલ્યે  સાંસ્કૃતિક મહોત્સવ

સરગમ કલબ દર વર્ષે નવરાત્રી પછી પાંચ દિવસ માટે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં જાહેર જનતા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે જેમાં ડાયરો, મ્યુઝિકલ નાઈટ, હસાયરો, સંગીત સંધ્યા અને રાસોત્સવનો સમાવેશ થાય છે. તા.૯–૧૦–૧૯ના રાત્રે ૮ વાગ્યાથી ધર્મેન્દ્રસિંહ કોલેજના ગ્રાઉન્ડ ખાતે 'સરગમી લોકડાયરા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં માયાભાઈ આહિર (મહુવા), કીર્તિદાનભાઈ ગઢવી (રાજકોટ), ફરીદાબેન મીર (અમદાવાદ), ધીરૂભાઈ સરવૈયા (ખીરસરા), શ્રી યોગેશભાઈ ગઢવી (અમદાવાદ), બીહારીભાઈ ગઢવી (રાજકોટ), મુકુંદભાઈ જાની (બેન્જોવાદક) સાથે સાથી કલાકારો રમઝટ બોલાવશે.

મુખ્ય સહયોગ- બાન લેબ્સ પ્રા.લી. અને જે.પી. સ્ટ્રકચર પ્રા.લી.

મ્યુઝીકલ નાઈટ

સરગમ કલબ દ્રારા તા.૧૦–૧૦–૧૯ને ગુરૂવારે રાત્રે ૮ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે 'સરગમી મ્યુઝીકલ નાઈટ'નું આયોજન કરાયું છે. આ નાઈટમાં મ્યુઝીકલ મેલોઝના રાજુભાઈ ત્રિવેદી ગ્રુપ અને સાથી કલાકારોના ઓર્ગેનાઈઝેશન હેઠળ દેવ્યાની બ્રિંદે (મુંબઈ), આનદં પલ્લવકર (મુંબઈ), સૈફાલી તગરસી (મુંબઈ), મુખ્તાર શાહ (અમદાવાદ), નફીસ આનદં (અમદાવાદ),સોનલ ગઢવી(રાજકોટ)મોહસીન શેખ(અમદાવાદ)પોતાની કલાનો રસ પીરસશે. મુખ્ય સહયોગ –કૃણાલ સ્ટ્રકચર પ્રા.લી. અને કેર ફોર હોમ.

હસાયરો

તા.૧૧–૧૦–૧૯ને રાત્રે ૮ વાગ્યાથી ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે 'સરગમી હસાયરા'નું આયોજન કરાયું છે. આ હસાયરામાં સાંઈરામ દવે (રાજકોટ), ધીરૂભાઈ સરવૈયા (ખીરસરા), હકાભા ગઢવી (હળવદ) અને ગુણવતં ચુડાસમા (રાજકોટ) પોતાની હાસ્યકલાથી લોકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દેશે.

મુખ્ય સહયોગ – એચ. પી. રાજયગુરુ કંપની અને વૈભવ જીનીંગ એન્ડ સ્પીનીંગ મિલ પ્રા.લી.

સંગીત સંધ્યા

તા.૧૨–૧૦–૧૯ને શનિવારે રાત્રે ૮ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં મુંબઈના ભારતીબેન નાયક (મુંબઈ) પ્રસ્તુત 'સરગમી સંગીત સંધ્યા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મ્યુઝીકલ મેલોઝના રાજુભાઈ ત્રિવેદી ઓરકેસ્ટ્રા ગ્રુપ પ્રસ્તુત આ સંગીત સંધ્યામાં નાનુ ગુર્જર (મુંબઈ), આશિષ શ્રીવાસ્તવ (મુંબઈ), મોના ભટ્ટ (મુંબઈ), અર્ચના મહાજન (મુંબઈ) સોનલ ગઢવી (રાજકોટ) અને મોહસીન શેખ (અમદાવાદ) કલા બતાવશે.

મુખ્ય સહયોગ – કલાસિક નેટવર્ક પ્રા.લી. અને સનફોર્જ પ્રા. લી.

રાસોત્સવ – સરગમ પરિવારના તમામ સભ્યો માટે

તા.૧૩–૧૦–૧૯ને રવિવારે રાત્રે ૮ વાગ્યાથી ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં 'સરગમી રાસોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં સરગમી પરિવારના તમામ સભ્યો ગરબા રમશે. સરગમ કલબ, સરગમ લેડીઝ કલબ, કપલ કલબ, સીનીયર સીટીઝન કલબ, ઇવનિંગપોસ્ટ ના સભ્યો, અને આમંત્રિતો માટે દાંડિયારાસ રહેશે.

મુખ્ય સહયોગ- મારવાડી યુનિવર્સિટી રાજકોટ

આ પત્રકાર પરિષદમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાંત મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, સ્મિતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, કિરીટભાઈ આદ્રોજા,એમ. જે. સોલંકી,નાથાભાઈ કાલરીયા, ખોડીદાસભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા, શિવલાલભાઈ રામાણી, મીતેનભાઈ મહેતા,દીપકભાઈશાહ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, જગદીશભાઈ ડોબરીયા, મનસુખભાઈ ધંધુકીયા, રમેશભાઈ અકબરી, ઘનશ્યામભાઈ પરસાણા, જયેશભાઈ વસા, રાજેન્દ્રસિંહ જાડેજા, જયસુખભાઈ ડાભી, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી,સુધાબેન ભાયા,છાયાબેન દવે, રેશ્માબેન સોલંકી,ભાવનાબેન માવાણી અને ભાવનાબેન ધનેશા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:55 am IST)