Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

''શિક્ષક દિવસ''

''શિક્ષક દિવસ ના અનેક રૂપો થકી જોડાઈ ભવિષ્ય''

જીવનમાં જે ભાષા ભણતર થી વ્યકિતના વ્યકિતત્વ અને ભવિષ્ય મઠારી શકે તે એક શિક્ષક. દરેક મનુષ્યના જીવનમાં અનેક રીતે શિક્ષક પોતાની ભૂમિકા ભજવતો હોય છે. શિક્ષકએ માત્ર કોઇ વ્યકિત નથી. પરંતુ તે એક વસ્તુ પણ છે જે જીવનમાં સફળતાનો માર્ગ બતાવે છે. શિક્ષક જયારે હોય જીવનમાં તો મળે રાહ જીવનનો કંઇક અસામાન્ય.

શિક્ષક તે પોતે વિદ્યાર્થીના જીવનનો એક આધારસ્તંભ છે. એવું આથી કહી શકાય કારણ કે તે વિદ્યાર્થીના જીવનનો પોતાની આવડત તેમજ વિધાર્થીની વિચાર થકી એક ઇમારત ઊભી કરી શકે છે. એક ઇમારત તો જ ઊભી થઇ શકે જો તેના પાયા મજબૂત હોય તો શિક્ષક તે જીવનમાં પાયા સમાન છે. જે માં સિમેન્ટની જગ્યાએ  પરિશ્રમ, આવડત, પ્રયાસ, આત્મવિશ્વાસ, જેવા અનેક તત્વોથી વિધાર્થીના જીવનને પોતાના  વિચાર થકી એક સેતુ સાથે જોડી સફળતાથી ઇમારત બાંધે છે. તો તે વિધાર્થીનિ પ્રોત્સાહન આપે છે પોતાની આવડત બહાર લાવે જેથી તે પોતાનું ભવિષ્ય બનાવી શકે. શિક્ષક તે આ તત્વોને જીવન સાથે જોડી વિદ્યાર્થીના વિચારોની ઇમારત બાંધે છે. જેમાં કોઇ ડિઝાઇનર ઇજનેર કે પછી આરકીટેક હોતો નથી તે માત્ર વિચાર અને કેળવણી સાથે ઉભી થતી એક ઇમારત છે. શિક્ષક તે અનેક રીતે જીવનમાં જોડાયા હોય છે. શિક્ષક ને જો પેન માનો તો તે તેની સાહી છે જો વાકય માનો તો તેના શબ્દો છે. જો વાનગી માનો તો મસાલાઓ છે. જો આકાશ  માનો તો ઈન્દ્રધનુષ છે. પહાડ માનો તો શિખર છે. જો મન માનો તો વિચાર છે. આ. હોય છે શિક્ષક

  શિક્ષક એટલે એક પૂજનીય/ સન્માનીય  વ્યકિત જે કયારેક મા-બાપ તો કયારેક મિત્રના પાત્રો થકી માર્ગદર્શન આપતા રહે છે. હંમેશા શિક્ષકો તે એક સફળતા,  સમજણ, અને સાર્થકતા વિદ્યાર્થી જીવનમાં એક માર્ગ છે. જે જીવનને પોતાના માર્ગદર્શન થકી ગુણ કરતા આવડતથી જીવનમાં એક અમૂલ્ય ભેટ આપે છે. જીવનમાં એક અમુલ્ય ભેટ આપે છે, જીવનમાં આથી જયારે હોય કોઇપણ શિક્ષકતો બનાવે અને અપાવે ભવિષ્ય કંઇક વિશિષ્ટ અને અનોખું એવા આ શિક્ષકની ભૂમિકા અનેક રૂપો થી મનુષ્યના જીવનમાં શ્રેષ્ઠ ભાગ ભજવે છે.

દેવ સુનિલ મહેતા

મો. ૯૪૦૮૬ ૧૧૪૯૯

(11:52 am IST)