Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

આજથી LICનો IPO : શેરબ્રોકરોને ત્‍યાં ડીમેન્‍ટ એકાઉન્‍ટ ખોલાવવા લાઇનો લાગીઃ પોલીસી હોલ્‍ડર્સમાંથી જ ર૮ લાખ અરજી !!

બે વર્ષમાં જે રીતે ડીમેટ એકાઉન્‍ટ ખોલ્‍યા તે જોતા ૪૬ લાખથી વધૂ અરજીઓ આવવાની શકયતા

રાજકોટ તા. ૪ : આજથી શરૂ જઇ રહેલા એલઆઇસી આઇપીઓની ડીમાન્‍ડ ખૂબજ જોવા મળી રહી છે. શેરબ્રોકરોને ત્‍યાઁ નવા ડીમેટ એકાઉન્‍ટ ખોલવા રીતસર લાઇનો લાગી છે. એલઆઇસી હોલ્‍ડર્સ (પોલીસી) એલઆઇસીના એમ્‍પલોઇ અને રીટેઇલ ઇન્‍વેસ્‍ટર્સ ઉપરાંત વિદેશી રોકાણકારો -  વિદેશી સંસ્‍થાઓ અને એચએનઆઇ માં પણ એલઆઇસીના આઇપીઓને લઇને ખૂબજ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. તેમ અગ્રણી શેરબ્રોકર શ્રી પરેશભાઇ વાધાણીએ ઉમેર્યુ હતું.

એલઆઇસીના વેલ્‍યુએશનને જોતા અને હાલમાં જે ભાવે શેર ઓફર થઇ રહ્યા છે તે જોતા લોકો મોટા પાયે રોકાણ કરશે. રીટેઇલ ઇન્‍વેસ્‍ટર્સને ૪૫ રૂપીયાનું ડીસ્‍કાઉન્‍ટ છે. ઉપરાંત પોલીસી હોલ્‍ડર્સને ૬૦ રૂપિયાનું ડીસ્‍કાઉન્‍ટ છે. જેના હિસાબે બન્ને કેટેગરીમાં આઇપીઓ ભરવા રોકાણકારોમાં ઉત્‍સાહ  જોવા મળી રહ્યો છે.

એલઆઇસીના પોલીસી હોલ્‍ડર્સની સંખ્‍યા ૨૮ કરોડ છે. આમાનાં ૧ ટકા પણ જો આઇપીઓ ભરે તો ૨૮ લાખ એપ્‍લીકેશન આવે. જો કે પોલીસી હોલ્‍ડર્સમાં શેરોનું રીઝર્વેશન ઓછુ હોય પ થી ૧૦ લાખ અરજી પોલીસી હોલ્‍ડર્સ કવોટામાં આવી શકે છે.

એલઆઇસીની સ્‍થાપના ૧૯૫૬ માં થઇ છે. ઇન્‍સ્‍યોરન્‍સના બીઝનેશમાં ૭૦ ટકા થી વધુ બીઝનેશ એલઆઇસીનો છે. વિશ્વમાં પાચમાં નંબરની ઇન્‍સ્‍યોરન્‍સ મેળવનારી કંપની છે અને એસેટની દ્રષ્‍ટીએ ૧૦ મા નંબરની વિશ્વની કંપની છે.ᅠ

એલઆઇસીનો આઇપીઓ ભરવા માટે દરેક બ્રોકીંગ હાઉસ તરફથી પોતાના રોકાણકારોને કલાયન્‍ટને આઇપીઓ ભરવા સલાહ અપાય રહી છે. છેલ્લાં બે વર્ષમાં ડીમેટ એકાઉન્‍ટ જે રીતે ઓપન થઇ રહ્યા છે તે જોતા એલઆઇસીના આઇપીઓમાં રીટેઇલ ૪૬ લાખ થી વધુ અરજીઓ આવવાની શકયતા છે. આશરે ૪૬ લાખ અરજીઓ આઇપીઓ રીટેઇલ માં વન ટાઇમ ઓવર સબસ્‍ક્રાઇબ થઇ જાય છે.  જયારે એચએનઆઇ-ઁકયુબી કવોટામાં પણ આઇપીઓ આસાનીથી ભરાઇ જશે. એલઆઇસીના આઇપીઓનું લીસ્‍ટીંગ પ્રીમીયરથી થવાની પૂરેપૂરી શકયતા છે. એલઆઇસીના આઇપીઓની સાઇઝ ઘટાડવામાં આવી હોય થોડાક સમય પછી ફરીથી એલઆઇસીના ઓએફએસ આવવાની પણ શકયતા છે.

(3:26 pm IST)