Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

અકસ્‍માત મૃત્‍યુના વળતરના કેસમાં એક કરોડ ૨૮ લાખનું કોર્ટનું હુકમનામુ

ગુજરનારના વારસોને વળતર ચુકવવા વિમા કંપનીને આદેશ

રાજકોટ, તા.૪: અકસ્‍માત વળતર કેસમાં એક કરોડ અઠયાવીસ લાખનું વળતર ચુકવવાનું હુકમનામું કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

અત્રે ગુ.દિપેશભાઇ મહેતા સિપ્‍લા કંપનીમાં એરીયા મેનેજર તરીકે નોકરી કરતા તે દરમ્‍યાન વાહન અકસ્‍માતમાં તેઓનું મરણ થતાં તેના વારસોએ ટ્રિમ્‍યુનલમાં વળતર માટે કલેઇમ દાખલ કરેલ જે કેસમાં કલેઇમ કેસના સિનિયર વકીલ શ્રી ઉદયકુમાર એચ. દવેની દલીલો તથા રજુ કરેલ સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓ ધ્‍યાને લઇ સ્‍પે. ટ્રિબ્‍યુનલ શ્રી જૈન વળતરની રકમ રૂા.૮૬,૪૮૦૦૦/ તથા તેના પર અરજી તારીખથી ૯% લેખે વ્‍યાજ તથા ખર્ચની રકમ દિવસ ૩૦માં ચુકવી આપવા વિમા કાું. સામે હુકમ ફરમાવેલ છે.

ગુજરનાર પત્‍નિ સરકારી નોકરીયાત છે. તથા પિતા શેડયુઅલ-૨ના વારસદાર છે. તેથી તેઓ ડીપેન્‍ડસ ન ગણાય તેમજ હાલ બેંકના વ્‍યાજદરો પાંચ થી સાડાપાંચ ટકા હોઇ તે મુજબ વ્‍યાજ મળે તેવી વિમા કાું.ની દલીલોના. ટ્રિબ્‍યુનલ જજ શ્રી જૈને ફગાવી દીધેલ છે. અરજદારો વતી કલેઇમ કેસના ધારાશાસ્‍ત્રી ઉદયકુમાર દવે રોકાયેલ હતા. આ કામે કુલ રકમ રૂપિયા એક કરોડ અઠયાવીસ લાખ જેવી વિમા કુાં.ને ચુકવવા હુકમ થયેલ છે.

(3:22 pm IST)