Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

રાજકોટ બાળકી દુષ્કર્મ કેસ મુદ્દે રાજકોટ બાર એસો,નો મહત્વનો નિર્ણંય :આરોપીનો કોઈ વકીલ કેસ નહીં લડે

સોમવારે બપોરે 12 વાગ્યે સિવિલ કોર્ટમાં બિલ્ડીંગની નીચે સુત્રોચ્ચાર કરાશે :આરોપીનો કેસ લડશે તેના પર બાર એસો.લેશે પગલા

રાજકોટમાં આવેલા 80 ફૂટ રોડ પર ઝુંપડું બાંધીને રહેતો બાબરાનો શ્રમિક પરિવાર રાત્રિના સમયે પોતાના ઝુંપડામાં સુતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્શે આ પરિવારની બાળકીનું ઝુંપડામાંથી અપહરણ કરીને તેને 80 ફૂટ રોડ ઉપર આવેલા પુલ નીચે લઇ ગયો હતો અને ત્યારબાદ નરાધમે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.

  પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીને પકડવા માટે 10 ટીમો બનાવી હતી અને શંકમંદ 20 જેટલા લોકોની પૂછપરછ કરી હતી ત્યારબાદ ભારત નગરની શેરી નંબર 8ના એક મકાનમાંથી પોલીસે આરોપી હરદેવની ધરપકડ કરી હતી. આરોપી હરદેવની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, તે ચરસનો બંધાણી છે અને તેને નશાની હાલતમાં બાળકીની સાથે દુષ્કર્મ કર્યું હતું. રાજકોટ પોલીસે ઘટનાના 24 કલાકના સમયમાં આરોપીને પકડીને ખૂબ સરાહનીય કામગીરી કરી હતી.

આ ઘટનાને રાજકોટ બાર એસોસિએશન દ્વારા વખોડી કાઢવામાં આવી હતી અને એક પણ એડવોકેટે આરોપીનો કેસ ન લડવો તેવો સર્ક્યુલર ઠરાવ જાહેર કર્યો છે. આ ઉપરાંત પીડિતાને ન્યાય મળી રહે તે માટે તેના સમર્થનમાં આવતીકાલે એટલે કે, સોમવારના રોજ 12 વાગ્યે સિવિલ કોર્ટમાં બિલ્ડીંગની નીચે સુત્રોચ્ચાર કરવાના કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે.

(8:20 pm IST)