Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

સદર બજારમાં સગીરને તમાકુ વેંચતા કિસ્મત પાનવાળા શબ્બીર ઉર્ફ શાહરૂખની ધરપકડ

રાજકોટઃ સગીરોને તમાકુ કે તમાકુની બનાવટ વેંચવા પર પ્રતિબંધ હોવા છતાં અમુક દૂકાનદારો, ગલ્લાધારકો આવુ કરતાં હોઇ પોલીસ તેની સામે કાર્યવાહી કરી રહી છે. થોડા દિવસ પહેલા મોટી ટાંકી ચોક નજીક એક પાનના ધંધાર્થી સામે આવો ગુનો નોંધાયો હતો. વધુ એક ધંધાર્થી સામે પોલીસે કાર્યવાહી કરી છે. ગવલીવાડ-૪માં રહેતો શબ્બીર ઉર્ફ શાહરૂખ મહમદભાઇ ગવલી (ઉ.૪૦) સદર બજાર રમેશભાઇ છાંયા સ્કૂલ નજીક પોતાની પાનની કેબીનેથી સગીરને તમાકુ વેંચતો હોવાની માહિતી મળતાં પ્ર.નગર પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. ગોસાઇ તથા કોન્સ. અક્ષય ડાંગર સહિતે શબ્બીર ઉર્ફ શાહરૂખ સામે જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ કાર્યવાહી કરી તમાકુની ૧૦ પડીકી સાથે પકડી લીધો હતો.

(11:33 am IST)