Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રાજકોટમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન ;પાટીદારો દ્વારા ભારે સુત્રોચાર

જય સરદાર,જય પટીદારના નારા લગાવી હાર્દિક પટેલ હમ્મ તુમ્હારે સાથ હૈ ,ઇન્કલાબ જિન્દાબાદના નાદ ગુંજ્યા

 રાજકોટ ;પાસના સુપ્રીમો હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ બાદ રાજ્યભરમાં તેના સમર્થનમાં પ્રતીક ધરણા ,ઉપવાસ,રામધૂન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે જેમાં પાટીદારો અને ખેડૂતો જોડાઈ રહ્યાં છે રાજકોટમાં આજે સાંજે મવડી ચોકડી પાસે ઓમનગર પાસે આવેલ રંગીલા હનુમાન મંદિરે હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલાવાઇ હતી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલના સમર્થનમાં જોરદાર નારા લગાવ્યા હતા પાટીદારોએ જય સરદાર,જય પાટીદારના નારા લગાવી હાર્દિક પટેલ હમ તુમ્હારે સાથ હૈ ,ઇન્કલાબ જિન્દાબાદના નારા લગાવ્યા હતા

(9:03 pm IST)