Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મહાત્માં ગાંધીજીનાં નામે રૂપિયાના ધુવાંડાઃ ઘનશ્યામસિંહ

સ્ટેન્ડીંગ કમીટીમાં રજુ થયેલ ગાંધી મ્યુઝિયમમાં વધારાના ખર્ચ અને ડ્રાઇવરો, કોન્ટ્રાકટ તેમજ ફલાવર શોના ખર્ચા સહીત ત્રણ દરખાસ્તોમાં કોંગી સભ્યનો વિરોધ

રાજકોટ તા. ૧ : આજે મળેલી મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીમાં મહાત્મા ગાંધી કેન્દ્રમાં વધારાનો રૂ.૧પ.૮૪ કરોડનો ખર્ચ, ફલાવરશોના વિવિધ કામના ખર્ચ તથા જુદી-જુદી શાખાઓમાં મેનપાવર (ડ્રાઇવર સપ્લાયના કોન્ટ્રાકટ સહિતની ૩ દરખાસ્ત સામે કોંગ્રેસના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમીટીના વિપક્ષી સભ્ય ઘનશયામસિંહ જાડેજાએ વિરોધ દર્શાવી ભ્રષ્ટાચારની ગંધ હોવાનો આક્ષેપ કર્યો છે.

આ અંગે ઘનશયામસિંહ જાડેજાએ એક યાદીમાં જણાવ્યું છે કે રા.મ્યુનિ. કોર્પો. દ્વારા ચાલુ વર્ષ દરમ્યાન રાષ્ટ્રપતિ મહાત્માં ગાંધીજીની ૧પ૦ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે મહાત્મા ગાંધી અનુભુતી કેન્દ્ર બનાવવા માટે જે મ્યુજીયમ બનાવામાં આવ્યું છે તેમાં રૂ.૧પ.૮૪,૯૯.૮૧૪-૦૩ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ને આ મ્યુઝીયમ માટે વધારાના ખર્ચ પેટે રૂ. (કરોડ) જેવી વધારાની દરખાસ્ત કરેલ છે તો મહાત્માં ગાંધીજી સર્વેના પ્રેરણા મુર્તિ છે ને તેના માટે આ મ્યુઝીયમ બને તે યોગ્ય છે. પરંતુ આ સાદગીના પ્રેરણા રૂપ, તેમજ મારા ભારતીય ભાઇ-બહેનોને પહેલા પુરાવસ્ત્રો નથી ને તેના માટે પોતાના વસ્ત્રોના ત્યાગ કરનાર દુઃખીના દુઃખે દુઃખી થનાર ના આ મહાત્મા જે પ્રેરણા સ્ત્રોત છે તેના નામ પર મ્યુઝીયમ બનાવીને કરોડો રૂપિયો જે ખોટો ખર્ચ કરે છે કે ખરેખર યોગ્ય ગણી શકાય ? આ મ્યુઝીયમ પાછળ રૂ. ર૬ કરોડ જેવો કરેલ છે. તેમાં રૂ.૧પ કરોડ જેવો ખર્ચ કરેલ છે છતા પણ રૂ.૧૦ કરોડ જેવો વધારાનો ખર્ચ છે તો આ વધારાના ખર્ચ સામે વિરોધ કર્યો છે.

આ ઉપરાંત તા. ૧ થી ૪ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર ફલાવર શો-ર૦૧૮ માં વગર ટેન્ડરો પાર્ટીઓને રૂ. પ૯,પપ,૭૩પ૦૦ ખર્ચ માહિતી આ દરખાસ્ત વગર ટેન્ડરે કરવામાં આવ્યો છે. ને અટલા મોટા ખર્ચ માટે ટેન્ડર પધ્ધતી ખૂબ જ જરૂરી હોય છે. છતાં પણ નીચે દર્શાવેલ પાર્ટીને મોટી - મોટી રકમની લાહાણી કરવામાં આવી છે. અટલા મોટા-મોટા ખર્ચની પાદર્શીયતા જાણવા માટે ટેન્ડર કરવુ યોગ્ય છે. છતા પણ ટેન્ડર કરવામાં આવ્યા નથી તેમજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જુદી-જુદી શાખામાં મેનપાવર (ડ્રાઇવર) સપ્લાયનો કોન્ટ્રા. આપવાની આ દરખાસ્તમાં પણ ડ્રાઇવર ને માસીક રૂ. ૧ર૬૦૦ તેમજ રૂ. ૧પ૦૦૦ જેવી રકમ દર્શાવવામાં આવી છે. તે ખરેખર યોગ્ય જણાતી નથી. જેમાં પણ રૂ. ર૦૦૦ જેવી રકમનું ચુકવણું વધારે હતું. જણાય છે. આ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ૩ દરખાસ્ત સામે વિરોધ દર્શાવ્યાનું અંતમાં જણાવ્યું હતું.

 

(3:53 pm IST)