Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

રાજકોટ સહિત દેશભરમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટલ બેન્કની ૬પ૦ બ્રાંચ અને ૩રપ૦ એકસેલ પોઇન્ટ કાર્યરતઃ કરી દેવાઇ

બપોરે ૩ વાગ્યે વડાપ્રધાન દ્વારા દિલ્હીમાં લોન્ચીંગઃ રાજકોટમાં રાા વાગ્યે ઉદ્દઘાટન સમારંભ યોજાયોઃ રો બેલેન્સથી ખાતુ ખુલી જશેઃ ચાલુ ખાતામં મીનીમમ ૧ હજારની બેલેન્સ જરૂરીઃ નાના વેપારી-ફેરીયાઓ માટે લાભ દાયક

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક અંગે પત્રકારોને માહિતી આપતા રીજીયોનલ ડાયરેકટર આર.એમ. પટેલ તથા સીનીયર પોસ્ટ માસ્તર નરેન્દ્રભાઇ ભટ્ટ

રાજકોટ તા. ૧ : આજથી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટલ બેન્કનો એકીસાથે દેશભરમાં પ્રારંભ થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બપોરે ૩-૧પ વાગ્યે દિલ્હી ખાતે લોન્ચીંગ કર્યું હતું.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ (આઇપીપીબી) ની સ્થાપના ભારતીય ટપાલ વિભાગ, સંચાર મંત્રાલય દ્વારા ભારત સરકારની ૧૦૦% ભાગીદારી સાથે કરવામાં આવી છે અને તે આરબીઆઇના નિયમોને આધીન છે ટપાલ વિભાગે આજથી સમગ્ર દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક (આઇપીપીબી)ની ૬પ૦ શાખાઓ અને ૩રપ૦ એકસેસ પોઇન્ટસનો પ્રારંભ થયો છે.

રાષ્ટ્રવ્યાપી ઉદ્દઘાટન સમારંભમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની ૧ર શાખાઓ (દરેક જિલ્લામાં ૧ શાખા) અને ૬૦ એકસેસ પોઇન્ટસનો સમાવેશ થાય છ.ે

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનો પ્રાદેશિક સ્તરીય ઉદઘાટન સમારંભ રાજકોકટના હેડ પોસ્ટ ઓફીસના પ્રાંગણમાં બપોરે ર-૩૦ વાગ્યે શરૂ કરાયો હતો. રાજકોટ જિલ્લામાં એકસેસ પોઇન્ટ સ્તરીય ઉદઘાટન સમારંભ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એરિયા પોસ્ટ ઓફીસ તથા કણકોટ, રૈયા અને મોટા મવા ગામોમાં બપોરે ર-૩૦ વાગ્યે થયો હતો. ડીસેમ્બર ર૦૧૮ સુધીમાં તબકકાવાર દેશની બધી પોસ્ટ ઓફીસોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક (આઇપીપીબી) કાર્યરત થઇ જશે તેમ પત્રકર પરીષદમાં ડાયરેકટ રીજીયોનલ શ્રી આર.એમ.પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે  પેમેન્ટસ બેંક જનતાને વિભિન્ન વસ્તુઓ અને સેવાઓના બદલામાં પેમેન્ટ કરવા માટે એક બીજો માધ્યમ છે. આમા લેનદેનનો પ્રકાર ડીજીટલ છે અને સાથે જ એક પ્રકારનો પેમેન્ટ કાર્યનો પુરાવો છે. ડીજીટલ પેમેન્ટ કાર્ય પછી કોઇ માણસએ ના કહી શકે કે મને પેમેન્ટ મળ્યું નથી. આ પુરાવા સરકાર તેમ જ સામાન્ય માણસ માટે પણ જરૂરી છે સરકારને પણ ઘણી પ્રકારનું પેમેન્ટ કરવાનું હોય છે., જેવું કે સબડીડી, શિષ્યવૃતિ સામજિક કલ્યાણના લાભો (વિધવા પેન્શન, વિકલાંગ પેન્શન, વૃધ્ધ પેન્શન, મનરેગા), કુદરતી આફતોની સહાય, પાક વીમો, વગેરે આ સિવાય આપણી બચત પણ આમાં સુરક્ષિત રહે છે. જે જરૂરિયાતના સમયે કામ આવે છે. આ બેંક સામાન્ય માણસ માટે ઘણી ફાયદાકારક છે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક (આઇપીપીબી) માં માત્ર આધાર નંબર અને બાયોમેટ્રીક ઓથેન્ટીકેશનથી ૦ બેલેન્સથી ખાતુ ખુલે છે. જેમાં બચત ખાતા માટે ન્યુનતમ બેલેન્સનુ જરૂરીયાત નથી અને ચાલુ ખાતા માટે પણ ન્યુતમ બેલેન્સ ફકત રૂ.૧,૦૦૦/- છે. આનાથી નાના વેપારી, કરીયાણાના વેપારી, ફેરિયાઓ, વગેરેની ચાલુ ખાતું ખોલવા માટે સરળ થશે.ખાતા ખોલવા અને નાણાકીય વ્યવહાર કરવા માટે સામાન્ય જનતા ટપાલીનો લાભ ઘરે બેઠા પણ લઇ શકેછે. આ બેંક ગ્રામીણ ક્ષેત્રમાં નાણાકીય શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરશે. આનાથી સામાન્ય જનતાને નાણાકીય વ્યવહારમાં ફાયદો થશે અને સંપૂર્ણ દેશવાસીઓ ડીજીટલ વ્યવહાર કરવા માટે સક્ષમ થઇ જશે. તેમજ ઇન્ટરનેટના ઉપયોગ કરવાનો પણ અનુભવ થશે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક (આઇપીપીબી) ફોન બેન્કિંગ મોબાઇલ, બેન્કિંગ, મિસ્ડ કોલ બેન્કિંગ અને એસએમએસ બેન્કિંગની સુવિધાઓ પણ આપશે આ બેંક પેપરલેસ હોવાથી પર્યાવરણ માટે પણ લાભદાયી છે.પત્રકાર પરીષદના સીનીયર પોસ્ટ માસ્તરશ્રી નરેન્દ્રભાઇ ભટ્ટ તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા.(૬.૧૨)

(12:01 pm IST)