Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અંતે ૭ દિ' બાદ સબ રજીસ્ટ્રાર ઝોન-૧ કચેરીમાં દસ્તાવેજ નોંધણી ચાલુ થઇ

રાજકોટ, તા., ૩૧: જુના રાજકોટના વોર્ડ નં. ૧ થી ૧૦ના દસ્તાવેજોની જયાં નોંધણી થાય છે તે સબ રજીસ્ટ્રાર ઝોન-૧ની કચેરીમાં આજે સાતમાં દિવસે દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા  આજે પુનઃ શરૂ થઇ ગયેલ છે.

જુની કલેકટર કચેરીમાં આવેલ સબ રજીસ્ટ્રાર ઝોન-૧ ની કચેરીમાં કનેકટીવીટીનો વાયર તુટી જતા છેલ્લા છ દિવસથી દસ્તાવેજ નોંધણીનું કાર્ય બંધ હતું.  દસ્તાવેજોની નોંધણીનું કાર્ય ઠપ્પ થઇ જતા દસ્તાવેજોના થપ્પે થપ્પા લાગી ગયા હતા.

 રેવન્યુ બારના  પ્રમુખ સી.ેએચ.પટેલ,  ઉપપ્રમુખ નલીનભાઇ આહયા,  સેક્રેટરી ડી.ડી.મહેતા,  એડવોકેટ રાજભા એચ. ઝાલા, નોટરી એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ, લીગલ સેલના કન્વીનર  હિતેશ દવે, એડવોકેટ પ્રશાંત લાઠીગરા તથા એડવોકેટ વિજય ભટ્ટ સહિતના વકીલોએ નોંધણી નિરીક્ષક સવાણીને મળી  રજુઆત કરતા યુધ્ધના ધોરણે કનેકટીવીટીનો વાયર ફીટ કરાવી દેવાયો હતો અને આજે બપોરે દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી ચાલુ થઇ ગયેલ છે.

(4:42 pm IST)