Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

૩૪ વર્ષ સુધી ફરજ બાદ ઉપમુખ્ય ટિકિટ નિરીક્ષક જીતુભાઇ વ્યાસ સેવા નિવૃત

નોકરીકાળ દરમિયાન ૭ વખત મળ્યા રેલ્વેની ઉત્કૃષ્ટ સેવા બદલ મેરીટ સર્ટિફિકેટ

રાજકોટઃ રાજકોટ રેલવે ડિવિઝનમાં ૩૪ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ઉપમુખ્ય ટિકિટ નિરીક્ષક જીતુભાઈ નરોત્ત્।મભાઈ વ્યાસ ૩૦ જૂન, ૨૦૨૦ ના રોજ પોતાની વય મર્યાદા ના કારણે રેલ સેવામાંથી નિવૃત થયા છે.

જીતુભાઈ વ્યાસ છેલ્લા ૩૪ વર્ષથી  રેલવેમાં સેવા બજવી રહ્યા હતા. તેઓ વર્ષ ૧૯૮૬ થી વર્ષ ૧૯૮૮ દરમ્યાન કારકુનનાં પદ ઉપર મુખ્ય વાણિજય પ્રબંધકની કચેરી મુંબઈ ચર્ચગેટ  ખાતે પ્રથમ નિમણૂંક થઈ હતી ત્યારબાદ વર્ષ ૧૯૮૯ થી મુંબઈ વડી કચેરી થી બદલી મેડવી પશ્યિમ રેલવે ના રાજકોટ મંડળ ખાતે રેલવે ના જુદા જુદા વિભાગો માં જેવા કે લોકો વિભાગ, ઓપરેટિંગ વિભાગ, કંટ્રોલ વિભાગ, કંટ્રોલ ઓફિસ તથા વાણિજય વિભાગ માં યશસ્વી કામગીરી નિભાવી હતી.

ત્યારબાદ જીતુભાઈ વ્યાસ વર્ષ ૨૦૦૪ થી રાજકોટ ડિવિઝનમાં ટિકિટ ચેકિંગ ડિપાર્ટમેંટ માં કાર્યરત હતા. પોતાની સમગ્ર રેલ સેવાની કારકિર્દી દરમ્યાન રાજકોટ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) દ્વારા ૭ વખત રેલવે ની ઉત્કૃષ્ટ સેવા માટે મેરીટ સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર આપી સમ્માનિત કરવામાં આવેલ હતા. આ ઉપરાંત કોવિડ-૧૯ ના ઉપદ્રવ દરમ્યાન રાજકોટ ડિવિજન દ્વારા ચલાવવામાં આવેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોં માં દિવસ-રાત જોયા વગર તેમણે સ્વૈચ્છિક સેવાઓ આપેલ હતી તે પણ એમની સરાહનીય કામગીરી હતી.

જીતુભાઈ વ્યાસ ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક ના પદેથી નિવૃત થયા છે ત્યારે રાજકોટ મંડળના સીનિયર ડિવિજનલ કોમર્શિયલ મેનેજર શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ, સહાયક વણિજય કોમર્શિયલ મેનેજર શ્રી અસલમ શૈખ તથા શ્રી રાકેશ કુમાર પુરોહિત, મુખ્ય  ટિકિટ નિરીક્ષક શ્રી કે સી ગુરઝર તથા રાજકોટ ના તમામ ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સુભેચ્છા પાઠવીને આવનાર દિવસો માં તેઓનું સ્વાસ્થ્ય નિરોગી જળવાય રહે તેવી સુભેચ્છા વ્યકત કરી હતી.

(4:01 pm IST)