Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

એડવોકેટને મારકૂટ કરવાના વિરોધમાં વકીલો પોલીસ અધિકારીનો બચાવ કરશે નહિ

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં થયેલ આંદોલનમાં : રાજકોટ બાર એસો. દ્વારા બનાવને વખોડી કઢાયોઃ વકીલોમાંં વિરોધ...

રાજકોટ, તા.૧: રાજકોટ બાર એસોસીએશન દ્વારા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખશ્રી બકુલભાઇ વી.રાજાણીની સુચના અનુસાર નીચે મુજબનો સરકયુલર ઠરાવ કરવામાં આવેલ છે કે રાજકોટ બાર એસોસીએશનના સભ્ય એડવોકેટ શ્રી રાજદિપસિંહ અજીતસિંહ જાડેજા દ્વારા તા.૨૯-૬-૨૦૨૦ના રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે શાંતીપુર્વક વિરોધ કરેલ હોય તે દરમ્યાન પોલીસ અધિકારીઓ દ્વારા તેમને ઘોડા પરથી પછાડી દઇ, મારામારી કરી ગાળો આપી તેમની સાથે કાયદાથી વિરૂધ્ધની કાર્યવાહી કરી ધરપકડ કરેલ હોય આ બનાવને રાજકોટ બાર એસોસીએશન સખ્ત શખ્દોમાં વખોડી કાઢે છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરે છે તથા વિશેષમાં એમ પણ ઠરાવેલ છે કે આ કામમાં જવાબદાર પોલીસ અધિકારીઓ વતી રાજકોટના કોઇપણ વકીલશ્રીઓ આરોપી પોલીસ અધિકારીઓના બચાવ પક્ષે ન રોકાય તેવી રાજકોટ બાર એસોસીએશન દ્વારા વિનંતી કરવામાં આવે છે.

આ ઠરાવને રાજકોટ બાર એસોસીએશનના (પ્રમુખ) બકુલભાઇ વિ.રાજાણી (ઉપ પ્રમુખ) ઇન્દ્રસિંહ ઝાલા (સેક્રેટરી) ડો.જીજ્ઞેશભાઇ જોશી (જોઇન્ટ સેક્રેટર) કેતનભાઇ દવે (ટ્રેઝરર) રક્ષીતભાઇ કલોલા (લાયબ્રેરી સેક્રેટરી) સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્ય શ્રી અજયભાઇ પીપળીયા, કેતનભાઇ મંડ, ધવલભાઇ મહેતા, પીયુષભાઇ સખીયા, વિજયભાઇ રૈયાણી, પંકજભાઇ દોગા, વિવેકભાઇ ધનેશા, મનીષભાઇ આચાર્ય, કૈલાશભાઇ જાની, રેખાબેન તુવાર દ્વારા સમર્થન આપવામાં આવેલ છે.

(3:55 pm IST)