Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

હેડઓફીસની સુચના આવતા કાલથી રાજકોટ એસટીના નજીકના જીલ્લા-તાલુકામાં એક્ષપ્રેસના ભાડામાં જતી બસો હવે લોકલ ભાડે જશે

જામનગરનું પહેલા ૭૧ ભાડુ હતું તેના હવે ૪૮ લેવાશેઃ આજથી એક્ષપ્રેસ બસો ૨૪ કલાક દોડતી થઇ..

રાજકોટ,તા.૧: વડી કચેરીની સુચના અનુસાર લોકડાઉન પહેલાના સમયપત્રક અનુસાર  લોકડાઉન પહેલાના સમયપત્રક અનુસાર જે રૂટો જે પ્રકાર (લોકલ ભાડે હતા તે લોકલ)એ હતા. તે અનુસાર રાબેતા મુજબ ચાલુ કરવાનો આદેશ આપેલ હોય, કાલથી નજીકના જિલ્લા કે તાલુકામાં જે એક્ષપ્રેસ ભાડે બસ ચાલતી હતી તે લોકલ ભાડે જશે.

ઉદાહરણ તરીકે અન લોકડાઉન ૦૧માં જામનગરમાટે ૭૧ ભાડુ હતું. તે હવે અનલોકડાઉન -૨માં જામનગર માટે ૪૮ ભાડુ થશે રહેશે. તેમ ડેપો મેનેજરશ્રી નિશાંત વરમોરાએ અકિલાને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે, મુસાફરોના લાભાર્થે એક્ષપ્રેસ બસ સર્વિસ આજથી ૨૪ કલાક લોકડાઉન પહેલાની જેમ રાબેતા મુજબના સમયે મળી રહેશે. અને ગ્રામ્ય રૂટ હાલ પુરતા સુચના અનુસાર બંધ રહેશે.

આ ઉપરાંત આવતીકાલથી શાસ્ત્રીમેદાનથી બસ પોર્ટની મિની બસ ફ્રી સર્વિસ ૪/૭ના સોમવાર સુધી લંબાવી આપેલ છે. જે સવારે ૫ થી રાત્રે ૯ સુધી ચાલુ રહેશે. જેથી મુસાફરો હેરાન ન થાય.

(3:54 pm IST)