Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કેશવી ટ્રાવેલ્સવાળા તેજપાલ તોમર કોરોના સામે જંગ જિત્યા

ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ : પરિવાર અને સ્ટાફગણ દ્વારા ઉમળકાભેર

રાજકોટ : પંદરેક દિવસ પૂર્વે કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જસપાલ તોમરના નાનાભાઇ તેજપાલ તોમર કોરોનાથી સંક્રમિત બનતા રાજકોટની જ ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જયાં હોસ્પિટલના ડાયરેકટર ફાધર જોમન થોમાની તબીબી ટીમના ડો. વિરૂત પટેલ, ડો. તેજસ ચૌધરી, ડો. રોમિત પટેલ, ડો. રવિરાજ ડોડીયા, હોસ્પિટલ એડમીનીસ્ટ્રેશન ટીમના ડો. જીતેન કકકડના માર્ગદર્શન હેઠળ સઘન સારવાર કરવામાં આવી હતી. ક્રાઇસ્ટ હોસ્પિટલે કરેલી જાહેરાત મુજબ તદન વિનામુલ્યે સારવાર અપાઇ હતી. સારવારના અંતે તેજપાલ તોમર કોરોના મુકત બની હોસ્પિટલેથી ઘરે પહોંચતા પરિવારજનો અને સ્ટાફગણ  તેમજ પડોશીઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

(2:49 pm IST)