Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, મોરબીમાં નવા ડે. ડી.ડી.ઓની નિમણૂક

રાજકોટમાં બીજી ખાલી જગ્યા પર નિર્ભય ગોંડલિયા

રાજકોટ,તા.૧: રાજ્ય સરકારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના પાંચ અધિકારીઓની બદલી કરી છે. સીધી ભરતીના ૮ અધિકારીઓને નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપી છે. રાજકોટમાં ડે.ડી.ડી.ઓ.ની કુલ ૩ પૈકી ૨ જગ્યાઓ ખાલી છે. બીજી જગ્યા પર સીધી ભરતીના નિર્ભય ગોંડલિયાની નિમણૂક થઇ છે. પોરબંદરના ડી.વી.વાળા ભાવનગર, ગિર સોમનાથના ઇલાબેન ગોહિલ મોરબી ખેડાના એમ.કે. પટેલ ગીર સોમનાથ મુકાયા છે.

(2:48 pm IST)