Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
માગસર સુદ-ર,
તા.૨૮-૧૧-ર૦૧૯,ગુરૂવાર
ચંદ્ર દર્શન, વિંછુડો ૭-૩૪ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્વિક
ચંદ્ર-વ્િાૃશ્વક
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૯,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૭
ચંદ્રરાશિ- વૃશ્ચિક (ન.ય)
૭-૩૪ થી ધન (ભ,ફ.ધ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦૯થી શુભ-૮-૩૦ સુધી, ૧૧-૧૩ થી ચલ-લાભ-અમૃત-૧પ-૧૮ સુધી, ૧૬-૪૦થી શુભ-અમૃત-ચલ ર૧-૧૮ સુધી,
શુભ હોરા
૭-૦૯ થી ૮-૦૩ સુધી, ૯-પર થી ૧ર-૩પ સુધી, ૧૩-ર૯થી ૧૪-ર૪ સુધી, ૧૬-૧ર થી ૧૯-૦૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
સગાઇ લગ્ન બાબતના નિર્ણયો ખૂબજ સમજીને લેવા જોઇએ કારણ કે જો જીવનસાથી સમજદાર અને લાગણીઓ વાળા હશે તો જીવનમાં ખૂબજ સુખ શાંતિ રહેશે. દામ્પત્યજીવન જો સારૂ હોય તો જીવનમાં સુખ અને તન્દુરસ્ત પણ સારી રહેશે. અહીં રાશિ મેળને ધયાનમાં રાખવો જરૂરી રહે છે તે ઉપરાંત લગ્નથી સાતમુ સ્થાન અને જન્મના ચંદ્રથી સાતમુ સ્થાન ખાસ ધ્યાનમાં લેવું તે ઉપરાંત જો ચંદ્ર-રાહુલ કે સૂર્ય રાહુની સ્થિતિ કેવી છે તે પણ ધ્યાનમાં લેવી ઘણી વખત માતા-પિતાજ પોતાના સંતાનોને વધુ પડતી છુટછાટ આપે છે અને પછી સંતાનો મા-બાપને પણ જવાબ નથી દેતા. અહીં શરૂઆતથી જ જો પોતાની લાઇફ સ્ટાઇલને સમજીને જીવન જીવવાની શરૂઆત કરે અને લાગણી અને સમજદારી હોય તો કોઇ મુશ્કેલી રહેતી નથી.