Gujarati News

Gujarati News


આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૮-૩-ર૦૨૦,શનિવાર
ચૈત્ર સુદ-૪, વિનાયક ચતુર્થી, ભદ્રા-૧૧-૪૮થી ર૪-૧૮, શુક્રનો વૃષભ રાશિમાં પ્રવેશ,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મેષ
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૪પ,
સૂર્યાસ્ત-૬-પ૮
જૈન નવકારશી-૭-૩૩
ચંદ્રરાશિ-મેષ(અ.લ.ઇ.)
૧૯-૩૦થી વૃષભ (બ.વ.ઉ)
નક્ષત્ર-ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૧૬ થી શુભ-૯-૪૮ સુધી, ૧ર-પથી ચલ-લાભ-અમૃત-૧૭-ર૮ સુધી, ૧૮-પ૯થી લાભ-ર૦-ર૮ સુધી, ર૧-પ૬ થી શુભ-અમૃત-ચલ-ર૬-૧૯ સુધી,
શુભ હોરા
૬-૪૭થી ૮-૪૭ સુધી, ૧૦-૪૯થી ૧૧-પ૧ સુધી, ૧૧-પ૧થી ૧૩-પ૩ સુધી, ૧૪-પ૪ થી ૧પ-પ૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
મંગળ વાળી વ્યકિતની અંદર એક જાતનો જોસ જુસ્સો હોય છે. મંગળ લગ્ન મેળાપકમાં ખૂબજ મહત્વ રાખે છે. યુવક યુવતિ બંનેની કુંડલીમાં જો મંગળ છે. મતલબ કે મંગળ તો દરેક વ્યકિતની કુંડલીમાં હોય છે પણ મંગળ જો પ્રથમ સ્થાનમાં અથવા ચોથા સ્થાનમાં સાતમા સ્થાનમાં અને આઠમા સ્થાનમાં તે ઉપરાંત મંગળ બારમા સ્થાનમાં હોય તો મંગળ વાળી કુંડલી કહેવાય છે. અહીં એક વાત તે પણ ધ્યાનમાં રાખવાની કે મંગળ કંઇ રાશિમાં છે ખૂબજ મહત્વનું છે. મંગળની ચાલ કંઇ તરફ છે તેના અંશ અને ગતિ કેવા પ્રકારની છે તે પણ ખાસ જોવું અને ફકત મંગળ અને કુંડલી છે અથવા નથી તેની ઉપરથી કોઇ જજમેન્ટ લેવું બીજા ગ્રહોની ધ્યાનમાં લેવા.