Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.ર-૯-ર૦૧૮ રવિવાર,
શ્રાવણ વદ-૭, શિતળા સાતમ-ભદ્રા-૯-ર૦ સુધી, જન્માષ્ટમી-મહાલક્ષ્મી વ્રત પ્રારંભ, શ્રીકૃષ્ણ જયંતિ, બુધનો સિંહ રાશિમાં પ્રવેશ, ભાનુ સપ્તમી,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-વૃષભ
મંગળ-મકર
બુધ-સિંહ
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૧, સૂર્યાસ્ત-૭-૦ર,
જૈન નવકારશી-૭-૧૯
ચંદ્ર રાશિ- વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-કૃતિકા
કાર્યોનો શુભ સમય
૮-૦પથી ચલ-લાભ-અમૃત-૧ર-૪૭ સુધી, ૧૪-ર૧થી શુભ-૧પ-પપ સુધી, ૧૯-૦ર થી શુભ-અમૃત-ચલ ર૩-ર૧ સુધી,
શુભ હોરા
૭-૩૪થી ૧૦-૪ર સુધી, ૧૧-૪૪થી ૧ર-૪૭ સુધી, ૧૪-પર થી ૧૮-૦૦ સુધી, ૧૯-૦રથી ર૦-૦૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવના દરેક રીતે ખૂબજ સારૂ હોય અને આર્થિક રીતે અને નોકરી પણ સારી હોય પગાર અપેક્ષા અને આવડત કરતા પણ સારી આવક હોય પણ જો સંતોષ અને સમજદારી ન હોય તો જીવનમાં અશાંતિ સર્જાય છે. અહીં જન્મના શનિ રાહુ અને સૂર્ય ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે. કયારેક લવ મેરેજ કર્યા હોવા છતાં લગ્ન જીવનમાં તનાવ રહે છે. છુટા પડવાના સંજોગો ઉભા થાય છે. સારી નોકરી મુકીને પોતાને ધંધો કરવો છે તેવી ધુન ઉભી થાય છે અને નોકરીમાં રાજીનામુ મુકીને ધંધામાં ઝપલાવે છે અને પછી જીવનમાં તકલીફોની શરૂઆત થાય છે. કર્જ થઇ જાય છે. મિલકત વહેચવી પડે છે યુંકમાં નોકરી મૂકતા પહેલા પોતાના ગ્રહો કેવા છે તેની જાણકારી મેળવવી લેવી જોઇએ.