Gujarati News

Gujarati News

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડની કિયા સુપર ટી-20 લીગમાં ભાગ લેશે. મહત્વનું છે કે, 22 જુલાઈથી શરૂ થઇ રહેલી આ ટી-20 લીગમાં રમનારી સ્મૃતિ પહેલી ભારતયી મહિલા ખેલાડી બનશે. તેણીએ આ લીગમાં વેસ્ટર્ન સ્ટ્રોમ સાથે કરાર કર્યો છે. સ્મૃતિએ આ અંગે કહ્યુ કે, "આ ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર મને ગર્વ છે." access_time 1:02 am IST

  • બદલાશે ઇતિહાસ: 221 દલિત મહિલાઓને દીક્ષા આપીને સંતનો દરજ્જો આપશે જુના અખાડા: 300 દલિત અને મહાદલિત પુરુષોને પણ સંતની ઉપાધી આપશે: મૌની અમાવસ્યા પહેલા આ દલિત મહિલાઓને સંતની દીક્ષા અપાશે: મહિલા સંતોમાંથી પાંચને મહામંડલેશ્વર પણ બનાવાશે access_time 1:08 am IST

  • વ્યારામાંથી મટકાકીંગ ઝડપાયો :વરલી મટકાનો જુગાર રમાડતો કુખ્યાત મટકાકીંગ નિશાંત ઉર્ફે લાલુ શાહને વ્યારા પોલીસે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલ્યો :પાંચ જેટલા ગુન્હામાં વોન્ટેડ નિશાંત પોલીસને ચકમો આપીને જુદી જુદી જગ્યાએ કાળૉ કારોબાર કરતો હતો access_time 1:29 am IST