Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019
અવસાન નોંધ

મોરબી બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ ત્રિવેદીનું અવસાન

મોરબીઃ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના વર્તમાન પ્રમુખ રાજેન્દ્રભાઇ (રાજુભાઇ) મહેશચંદ્ર ત્રિવેદી (ઉ.વ.૪૮) તે સ્વ.મહેશચંદ્ર વિશ્વનાથ ત્રિવેદીના પુત્ર, પ્રિત પ્રવિણચંદ્રના ભાઇ તેમજ વિરલ અને આનંદ ગુણવંતરાય જોષી (શ્રીમ જવેલર્સ)ના બનેવી તથા ઘુંટુ નિવાસી સંજયભાઇ ઠાકરના સાળા અને સાગર ભટ્ટના મામા તા.૨૯ના રોજ કૈલાષવાસ પામેલ છે. બેસણું તા.૩૧ને શુક્રવારે સાંજે ૫ થી ૬-૩૦ બુઢાબાવાના મંદિર, બુઢાબાવાની શેરી મોરબી ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર ફીચડીયા

રાજકોટ : સોની પ્રવિણચંદ્ર ગોરધનદાસ ફીચડીયા (સરાવાળા) તે સોની ગોરધનદાસ જેઠાલાલ ફીચડીયાના પુત્ર તથા બીપીનભાઇના મોટાભાઇ તેમજ મનિષભાઇના પિતાશ્રી તેમજ નાનચંદભાઇ ખુશાલદાસ ઝીંઝુવાડીયા હાલ વડોદરાના જમાઇ તેમજ ભરતભાઇ, પ્રવિણભાઇ, અરવિંદભાઇના બનેવીનું તા. ૨૮ ના મંગળવારે અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા. ૩૦ ના ગુરૂવારે સાંજે ૪ થી ૫.૩૦ સોની સમાજની વાઘેશ્વરી વાડી, યુનિટ નં.૩, રામનાથપરા મેઇનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. (મનીષભાઇ ફીચડીયા મો.૯૯૨૫૪ ૭૪૩૬૯)

નિલેશભાઇ રાડીયા

રાજકોટ : નાથાલાલ લીલાધર રાડીયા પરિવારના સ્વ. તુલસીભાઇના પુત્ર નિલેશભાઇ (બાબુભાઇ) (ઉ.વ.૫૬) તે સ્વ. હરીભાઇ, મૌલેશભાઇ, જયેશભાઇના નાનાભાઇ તેમજ ધર્મીલના પિતાશ્રીનું તા. ૨૯ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૩૦ ના સાંજે ૫.૩૦ થી ૬.૩૦ રાષ્ટ્રીયશાળા ખાતે રાખેલ છે. તે જામનગરવાળા સ્વ. જીવણભાઇ મોનજીભાઇ દાવડાના જમાઇ તથા હિતેષભાઇ અને સંજયભાઇના બનેવીની પીયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.  (

મહેશભાઇ પિલોજપરા

રાજકોટઃ ધમલપર (ગેલ માતાજીના મઠ): ગુર્જર સુથાર મહેશભાઇ ગોરધનભાઇ પિલોજપરા (ઉ.વ.૪૮) સ્વ.તા.ર૮ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ના ગુરૂવારે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. તેઓ સ્વ.ગોરધનભાઇ જેઠાભાઇ પિલોજપરાના પુત્ર તથા અમ્રૂતભાઇ, મનુભાઇ, જયસુખભાઇ,  ચંદુભાઇ, સ્વ.નંદલાલ અને પ્રભાબેન તથા કુસુમબેનના નાનાભાઇ.

કાનજીભાઇ સોંડાગર

રાજકોટઃ ગુર્જર સુથાર (ખાટલી વાળા) કાનજીભાઇ દામજીભાઇ સોંડાગર (ઉ.વ.૮૦) તે પ્રફુલ તથા નિતીનના પિતા તથા સ્વ.મોહનભાઇ, સ્વ.બાબુભાઇ, સ્વ.બાવનજીભાઇ, સ્વ.બચુભાઇ, ગાંડુભાઇ તથા રામજીભાઇના ભાઇનું તા.ર૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ના ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬ જીથરીયા હનુમાન મંદિર મવડી ચોકડીથી મવડી ગામ જવાના મવડી રોડ, ખાતે રાખેલ છે.

રમાબેન વાગડીયા

રાજકોટઃ ખાંટ રમાબેન કાનજીભાઇ વાગડીયા તે કાનજીભાઇ ભનુભાઇના પત્ની તથા સંજયભાઇ, મહેશભાઇ, મુકેશભાઇના ભાભી તથા નિતીનભાઇના બાનું તા.ર૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ના ગુરૂવારે ગાયત્રી મંદિર, ગીતાનગર, ગોંડલ રોડ, એસ.ટી. ડીવીઝન પાછળ રાખેલ છે.

નયનાબેન ચૌહાણ

રાજકોટઃ સોરઠીયા રાજપુત નયનાબેન હસુભાઇ ચૌહાણ (ઉ.વ.પ૭) તે હસુભાઇ ચૌહાણના પત્ની, અર્જુનભાઇ, રાજુભાઇ અને કાંતીભાઇના ભાભી તથા કૌશિકભાઇના માતુશ્રીનું તા.ર૭ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૩૦ના ગુરૂવારે 'ગોવિંદ', ગુણાતીતનગર બ્લોક નં.૧૧, એચ.જે. દોશી હોસ્પિટલ પાછળ, સાંજે પ થી ૬ રાખેલ છે.

ભીખાભાઇ સુખડીયા

મોટી કુંકાવાવઃ કેળવણીકાર સ્વ.લક્ષ્મણબાપા ભગતના લધુબંધુ ખેડુત અગ્રણી ભીખાભાઇ ભગવાનભાઇ સુખડિયા, તે મથુરભાઇ, ચતુરભાઇ, મનસુખભાઇ (માજી સરપંચ-કુંકાવાવ) તેમજ મધુભાઇ સુખડિયાના પિતાશ્રી તથા ચુનીભાઇ, સુભાષભાઇ (સરપંચ મોટી કુંકાવાવ)ના કાકા તેમજ નિપુનભાઇ, મિરેનભાઇ,ઉમેશભાઇ, મેહુલભાઇ, સંજયભાઇ, નિલેષભાઇના દાદાનું તા.ર૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૯ થી તા.રને રવિવાર સુધી રાખેલ છે.

ગોદાવરીબેન ભટ્ટી

રાજકોટઃ વાણંદ ગોદાવરીબેન હિરજીભાઇ ભટ્ટી મૂળ જીલરિયા નિવાસી હાલ રાજકોટ તે વાણંદ સ્વ.હિરજીભાઇ મૂળજીભાઇ (બચુભાઇ) ભટ્ટીના ધર્મપત્ની તથા રમણીકભાઇ, દયાળજીભાઇ, સ્વ.જીતુભાઇ, ચંદુભાઇ, ભરતભાઇના માતુશ્રી તથા મનસુખભાઇ લીંબાણી, સ્વ.હરેશકુમાર સુરાણી તથા સ્વ.બીપીનકુમાર ગોહેલ, રમેશકુમાર બગથરીયાના સાસુ તેમજ પંકજભાઇ, જીતેશભાઇ, જયદીપભાઇ કિશનભાઇ, દિપેનભાઇ કશ્યપભાઇ દિપના દાદીમાંનું તા.ર૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ના ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦, નહેરૂનગર સોસા. કોમ્યુનીટી હોલ નાના મૌવા રોડ ખાતે રાખેલ છે.

ઝવેરચંદભાઇ સોની

રાજકોટઃ ઢોલરાવારા સોની હકમીચંદભાઇ ઓધવજીભાઇના પુત્ર ઝવેરચંદભાઇ (ઉ.વ.૮૧) તે સોની વિઠ્ઠલદાસ હિરજીભાઇના જમાઇ તેમજ હિતેષભાઇ તથા કિશનભાઇના પિતાશ્રીતા.ર૮ના શ્રીજી ચરણ પામ્યાં છે. બન્ને પક્ષનું બેસણું તા.૩૦ને ગુરૂવારે સવારે ૧૦-૩૦ થી ૧ર, વાઘેશ્વરી વાડી યુનિટ નં.૩ ખાતે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

બળવંતભાઈ મહેતા

રાજકોટઃ બળવંતભાઈ ઉમેદચંદ મહેતા (ઉ.વ.૭૮) તે જયદીપભાઈ, હિતા, નિમીશાના પિતાશ્રી તથા સ્વ.પ્રતાપભાઈ, જયસુખભાઈ, હર્ષદભાઈ, ભરતભાઈના મોટાભાઈનું તા.૨૮ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે.

ગંગાબેન ગજેરા

રાજકોટઃ ગંગાબેન હરીભાઈ ગજેરા (ઉ.વ.૯૭) તે સ્વ.નાનજીભાઈ, દેવરાજભાઈ, પરસોતમભાઈ તથા રમેશભાઈના માતુશ્રી તેમજ પ્રવિણભાઈ, નિલેશભાઈના દાદીનું તા.૨૮મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૩૦ ગુરૂવાર સવારે ૮ થી ૧૦ પટેલવાડી, વાણિયાવાડી મેઈન રોડ, જલારામ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

શિવાભાઈ સાકરીયા

રાજકોટઃ શિવાભાઈ પોપટભાઈ સાકરીયા (ઉ.વ.૯૫) તે ઠાકરશીભાઈ તથા વલ્લભભાઈના પિતાશ્રી તથા રાહુલ અને નિરવ તથા દ્વિતના દાદાનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૩૦ ગુરૂવાર સવારે ૮ થી ૧૦, 'વ્રજ આશ્રય', ૪/૯ નહેરૂનગર, મારવાડી બિલ્ડીંગ સામે, સિલ્વર હાઈટ્સ પાછળ, નાનામવા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, પેપરાઝી ધ ડીનર રેસ્ટોરન્ટ શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રકાશભાઈ ગાંધી

રાજકોટઃ ચોટીલા નિવાસી સ્વ.ગુલાબચંદ નરોતમદાસ ગાંધીના પુત્ર સ્વ.પ્રકાશભાઈ ગુલાબચંદ્ર ગાંધી જે જયસુખભાઈ, સ્વ.કિર્તીભાઈ, સ્વ.સુમતિભાઈ, નિકેશભાઈ તથા બેન સુર્યબાળાબેન શાહ, કલાબેન બદાણી, સ્વ.દિનાબેન મોદી, રેણુબેન મહેતાના ભાઈ તેમજ રિધ્ધી તથા ભવ્યના પિતાશ્રી સ્વ.કુમુદચંદ્ર રેવાશંકર મહેતાના જમાઈ તેમજ સ્વ.દિપકભાઈ તથા ભરતભાઈ મહેતાના બનેવી તા.૨૬ના અરીહંત શરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ગુરૂવાર સાંજે ૪ થી ૬ ચોટીલા નિવાસસ્થાને તેમજ તા.૩૧ને શુક્રવારે સવારે ૧૦ થી ૧૧:૩૦ વિરાણી વાડી, કોઠારીયા નાકા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

નિરવભાઇ સોલંકી

ઉના : મોઢ વણિક મુળ ઉનાના હાલ અમદાવાદ નિરવભાઇ કિરીટભાઇ સોલંકી (ઉ.વ.૪૧) તે સનખડાવાળા કિરીટભાઇ સોલંકી (શ્રીજી લેબોરેટરી-ઉના)ના પુત્ર તથા ધ્વનિબેન હાર્દિકભાઇ પારેખ (ભાવનગર)ના ભાઇ તથા દિલીપભાઇ, હર્ષદભાઇ (અભિષેક વાળા)ના ભત્રીજા તા. ર૭ના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા આજે તા. ર૯મીએ બુધવારે સાંજે પ થી ૭ તેમના નિવાસ સ્થાન 'ધ્વનિરવ' ઇરીગેશન કોલોની પાસે એસ.ટી. બસ સ્ટેશન સામે ઉના રાખેલ છે.

ઇન્દુબેન ગણાત્રા

જામનગરઃ સ્વ.રવજીભાઇ પોપટલાલ ગણાત્રાના ધર્મપત્ની ઇન્દુબેનઙ્ગ(ઉ.વ.૭૫) તે વિનોદભાઇ (સોપારીવાળા), કમલેશભાઇ (ગેસવાળા), એડવોકેટ પરેશભાઇ ગણાત્રા અને સ્વ.પ્રવિણભાઇના માતા અને સ્વ.ટપુલાલ દેવશીભાઇ ખાખરીયા (મોટી પાનેલીવાળા)ના દીકરીનું તા.૨૮મીએ  અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.૩૦, ગુરૂવારના સાંજે ૪ થી ૪-૩૦ ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

હિતેષ હિન્ડોચા

રાજકોટઃ સ્વ.હિતેશ જયંતિલાલ હિન્ડોચા તે ભાણવડ નિવાસી હાલ રાજકોટ સ્વ.જયંતિલાલ ભનુભાઈ હિન્ડોચાના પુત્ર તથા રમેશભાઈ, નિલેશભાઈ, શર્મિષ્ઠાબેન નંદલાલ ઠકરાર, ચંદ્રિકાબેન છબીલભાઈ કારીઆ, કોમલબેન હિતેશભાઈ સાયાણીના ભાઈનું તા.૨૮ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

ઈન્દુબેન જાની

રાજકોટઃ નિવાસી ગં.સ્વ.ઈન્દુબેન બીપીનચંદ્ર જાની (હાલ અમદાવાદ), તેઓ દિલીપભાઈ (મો.૯૪૨૮૧ ૫૫૧૫૫), નિકુંજભાઈ, પ્રફુલાબેન (અમરેલી), ક્ષમતાબેન (કલકત્તા), ઉર્વશીબેન (રાજકોટ)ના માતુશ્રી તેમજ નાનાભાઈ જાની (લેન્ડ.મોર્ગેજ.બેન્ક)ના ભાભીશ્રી તથા લલીતભાઈ જાની (રાજકોટ ડિસ્ટ્રીકટ બેન્ક)ના કાકીશ્રીનું તા.૨૮ના અમદાવાદ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ના ગુરૂવારે સવારે ૯ થી ૧૧ અમદાવાદ મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

સવિતાબેન ગોસાઇ

મોરબી : નવા દેવળીયા (તા. હળવદ) નિવાસી ગોંસાઇ સવિતાબેન બચુપરી (ઉ.૯૩) તે રતુપરી, મનુપરી, સ્વ. મહેશપરી તથા કેશુપરી, કિશોરપુરીના માતુશ્રીનું તા. ર૬ ના અવસાન થયેલ છે.

મુકતાબેન વોરા

રાજકોટઃ સ્વ.મુકતાબેન બાબુભાઈ વોરા  (ઉ.વ.૬૫)નું તા.૨૮નાં રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ના રોજ બપોરે ૪:૩૦ થી ૬:૩૦ તેમના નિવાસ્થાને ''આસ્થા''- વિશ્વનગર-૫, પટેલ બોર્ડિંગ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

મંછાબેન કુંકણા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય અ.સો.મંછાબેન અમૃતલાલ કુંકણા (ઉ.વ.૬૯) તે અમૃતલાલ ત્રિભોવનદાસ કુંકણાના ધર્મપત્ની શૈલેશ, યોગેશ, ગિરીશના માતુશ્રી રમણીકલાલ ત્રિભોવનદાસ કુંકણાના નાનાભાઈના પત્ની, રાજેશ, અશ્વિન, જયેશના કાકી, અશોકભાઈ (સુરત), રજનીકાંતભાઈ (લાલાભાઈ રાજકોટ)ના ભાભી તા.૨૭ને સોમવાર રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૩૦ને ગુરૂવારના સાંજે ૫:૩૦ થી ૬:૩૦ બ્રહ્મક્ષત્રિય વાડી પેડક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

જયશ્રીબેન ભટ્ટ

ધોરાજી : શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ સાવરકુંડલા નિવાસી જયશ્રીબેન (ઉ.વ.પ૪) તે સ્વ. જયંતિલાલ જીવનલાલ ભટ્ટના પુત્રવધુ, જીતેન્દ્રભાઇના ધર્મપત્ની, મુળ પાણીચા વાળા જે ધોરાજી નિવાસી (હાલ-જુનાગઢ), મગનલાલ ભાનુશંકર પુરોહિતના પુત્રી, અમૃતલાલ પુરોહિતના ભત્રીજી અને ભરતભાઇ, મનીષભાઇ, પંકજભાઇ (જુનાગઢ) અને અશ્વિનભાઇ પુરોહિત, સંજયભાઇ (ધોરાજી)ના બહેનનું તા. ર૬ને રવિવારે અવસાન થયેલ છે. સાદડી મુંડીયા સ્વામી મંદિર, મધુરમ, જુનાગઢ ખાતે તા. ૩૧ને શુક્રવારે સાંજે ૪થી પ રાખેલ છે.