Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

''ડેમોક્રસી એવોર્ડ'': કોમ્યુનીટી પ્રશ્નોને આપવા સતત કાર્યરત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાને અપાનારો એવોર્ડ

કેલિફોર્નિયાઃ પોતાના મતદારોના પ્રશ્નોને વાચા આપવા માટે કાર્યરત ગણાતા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રીરો ખન્નાની પસંદગી ડેમોક્રસી એવોર્ડ માટેની ફાઇનલ યાદીમાં થઇ ગઇ છે. તેવું તાજેતરમાં ૨૦ માર્ચના રોજ કોંગ્રેશ્નલ મેનેજમેન્ટ ફાઉન્ડેશનએ જાહેર કર્યુ છે.

શ્રી રો ખન્ના સતત બીજી ટર્મના ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન છે. તેઓ કેલિફોર્નિયાના ૧૭મા કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટમાંથી ચૂંટાઇ આવ્યા છે. તેમણે પોતાની ઓફિસમાં મતદારોના પ્રશ્નો જાણવા માટે હિન્દી, તેલૂગૂ,વિએટનામ, રશિઅન સહિતની ભાષાઓના જાણકારોને રાખ્યા છે. તેમજ કોમ્યુનીટી પ્રશ્નો હલ કરવા સતત કાર્યરત રહ્યા છે.   

 

(8:08 pm IST)
  • રાહુલ ગાંધીની 'મીનીમમ ઈન્કમ સ્કીમ' ઉપર માયાવતીના પ્રહાર : જૂઠાણું છે !: નવી દિલ્હી : બસપા સુપ્રિમો માયાવતીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની 'મીનીમમ ઈન્કમ સ્કીમ'ને સંપૂર્ણ જુઠાણું ગણાવેલ છેઃ ઉ.પ્ર.માં સપા - બસપા સાથે કોંગ્રેસે ગઠબંધન ફગાવી દેતા બહેન માયાવતી ભારે નારાજ છે : તેમણે કોંગ્રેસ ઉપર હવે ખુલ્લેઆમ પ્રહારો શરૂ કર્યા છે : તેમણે કહ્યું કે ગરીબોનો વિશ્વાસ કરવામાં, મજાક ઉડાવવામાં ભાજપ અને કોંગ્રેસ બંને એક જ ડાળીના બે ફુલ છે access_time 3:37 pm IST

  • ગરીબોને ૭૨ હજાર ઉપરાંત રાહુલના પટારામાંથી બીજી ઘણી સ્કીમો આવી રહી છે : કોંગ્રેસના દિગ્ગજ સલમાન ખુરશીદની જાહેરાત : નવી દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સલમાન ખુરશીદે કહ્યું છે કે દેશના કરોડો ગરીબો માટે વર્ષે ૭૨ હજાર ભથ્થુ આપવાની રાહુલ ગાંધીએ જાહેર કરેલ યોજના ઉપરાંત ગરીબોને ગરીબી રેખાથી બહાર લાવવા હજુ બીજુ ઘણુ બધુ બાકી છે : આમ કોંગ્રેસ તેના ઢંઢેરામાં દેશના ગરીબો - આર્થિક પછાતો - યુવાનો - ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી રહ્યાના નિર્દેશો આપ્યા હતા access_time 3:37 pm IST

  • રેલ્વે ટિકીટો ઉપર મોદીનો ફોટો શા માટે? રેલ્વેને ચૂંટણીપંચનું પૂછાણ : દૂર કેમ ન કર્યા?: ચૂંટણીપંચે રેલ્વેને પૂછ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તસ્વીર શા માટે રેલ્વે ટિકીટો ઉપર છાપવામાં આવી છે : ચૂંટણીપંચે રેલ્વે મંત્રાલયને અને ઉડ્ડયન મંત્રાલયને પત્ર પાઠવી પૂછ્યુ છે કે શા માટે રેલ્વે ટિકીટો અને બોર્ડીંગ પાસ ઉપરથી વડાપ્રધાનની તસ્વીરો દૂર કરવામાં નથી આવી? આ પહેલા એર ઈન્ડિયાને ચૂંટણીપંચે નોટીસો આપી વિમાનના બોર્ડીંગ પાસ ઉપરથી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની તસ્વીરો હટાવી લેવા આદેશ આપ્યા હતા access_time 11:33 am IST