Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમેરિકામના કેલિફોર્નિયામાં આવેલા સાલ્‍ક ઇન્‍સ્‍ટીટયુટમાંથી ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિક ઇન્‍દર વર્માનું રાજીનામું : ઇન્‍સ્‍ટીટયુટની ૮ મહિલાઓની જાતિય સતામણી કર્યાના આરોપથી નારાજગી વ્‍યકત કરી બિનશરતી રાજીનામું ધરી દીધું

કેલિફોર્નિયા : યુ.એસ.માં લા જૂલા કેલિફોર્નિયામાં આવેલા સાલ્‍ક ઇન્‍સ્‍ટીટયુટ ફોર બાયોલોજીક સ્‍ટડીઝના ઇન્‍.ડિયન અમેરિકન વૈજ્ઞાનિક ૭૦ વર્ષીય ઇન્‍દર વર્માએ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધી છે. જે ૧ર જુનના રોજ બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝએ સર્વાનુમતે સ્‍વીકારી લીધું છે.

સાયન્‍ટીસ્‍ટ ઇન્‍દર વર્મા ઉપર ૧૯૭૬ થી ર૦૧૬ની સાલ દરમિયાન ૮ મહિલાઓની સેકસ માટે સતામણી કર્યાનો આરોપ છે. જેની તપાસ સ્‍વતંત્ર એજન્‍સી દ્વારા ચાલુ છે. જેનો અહેવાલ આવવાનો બાકી છે. તે દરમિયાન વર્માએ બિનશરતી રાજીનામું આપી દીધું છે.

વર્માએ તેમના ઉપરના આરોપો વખોડી કાઢયા છે. તથા તેમણે સમગ્ર કારકિર્દી દરમિયાન ઇન્‍સ્‍ટીટયુટની કોઇપણ મહિલા સાથે કયારેય અણછાજતો વ્‍યવહાર કર્યો નથી તેમ જણાવ્‍યું છે.

(11:03 pm IST)