Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

" ઇન્ડિયન્સ ફોર બિડન નેશનલ કાઉન્સિલ " : અમેરિકામાં વસતા ભારતીયોએ શરૂ કર્યું રાષ્ટ્રીય કક્ષાનું અભિયાન : ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડનના હસ્તે આવતીકાલ 15 ઓગસ્ટના રોજ લોન્ચિંગ

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં  ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને તેમના સહાયક તરીકે એટલેકે વાઇસ પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસની પસંદગી કરતા સ્થાનિક ભારતીયોએ તેમના સમર્થનમાં રાષ્ટ્રીય કક્ષાનું " ઇન્ડિયન્સ ફોર બિડન નેશનલ કાઉન્સિલ " અભિયાન શરૂ કર્યું છે.જેનું લોન્ચિંગ આવતીકાલ 15 ઓગસ્ટના રોજ જો બિડનના હસ્તે કરાશે
આ અભિયાન સાઉથ એશિયન્સ ફોર બિડનના નેજા હેઠળ શરૂ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે જો ડેમોક્રેટિક પાર્ટીનાઉમેદવાર સુશ્રી કમલા હેરિસ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો અમેરિકામાં સૌપ્રથમવાર મહિલા અને અશ્વેત તથા ઇન્ડિયન અમેરિકન તરીકેના વિક્ર્મનું સર્જન થશે.

(6:47 pm IST)