Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

યુ.એસ.માં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ દ્વારા જાહેર કરાયેલ '' ન્યુ ઇનોવેટર એવોર્ડ'' ની યાદીમાં ૪ ઇન્ડિયન અમેરિકન સંશોધકોએ સ્થાન મેળવ્યું

કેલિફોર્નિયા : યુ.એસ.માં  નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ દ્વારા ર૦૧૯ ની સાલ માટે જાહેર કરાયેલી વાર્ષિક '' ન્યુ ઇનોવેટર એવોર્ડ'' માટેની યાદીમાં ૪ ઇન્ડિયન અમેરિકન સંશોધકોએ સ્થાન મેળવ્યું છે. જેમાં શ્રી રજત ગુપ્તા, શ્રી મંદર દિપક મઝમુદાર, સુશ્રી ઉપાસના શર્મા, તથા શ્રી વસંથ વેદાનંથમનો સમાવેશ થાય છે.

૪ ઇન્ડિયન અમેરિકન સંશોધકો પૈકી શ્રી ગુપ્તા બ્રિંધમ સ્થિત વીમેન્સ હોસ્પિટલમાં કાર્ડીયોલોજીસ્ટ તરીકે સેવાઓ આપે છે. તથા  શ્રી મઝમુદાર મેલ કેન્સર બાયોલોજી ઇન્સ્ટીટયુટમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. શ્રી શર્મા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શાંતાક્રુઝ મુકામે ડીપાર્ટમેન્ટ ઓફ મોલેકયુલરમાં આસી. પ્રોફેસર છે. તથા શ્રી વેદાન્થમ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં સાન ફ્રાન્સિસ્કો મુકામે એશોશીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

(9:21 pm IST)
  • અંતરિક્ષમાં ઇતિહાસ રચનારા એલેક્સી લિયોનોવનું નિધન : વર્ષ 1965માં અંતરિક્ષમાં પહેલીવાર પગ મુકનારા સોવિયેત અંતરિક્ષ યાત્રી એલેક્સી લિયોનોવએ 85 વર્ષની વયે મોસ્કોમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા access_time 12:49 am IST

  • ઇથોપિયાના વડાપ્રધાનને નોબલ શાંતિ પુરસ્કાર : ઓસ્લોઃ ચાલુ વર્ષનું નોબલ શાંતિ પુરસ્કાર ઇથોપિયાના પીએમ એબી અહેમદના ફાળે ગયુ છેઃ તેઓએ ૨૦ વર્ષથી ઇથોપિયા અને ઇરીટ્રીયા વચ્ચે ચાલતી લડાઇનો અંત લાવવા પ્રયાસ કર્યો હતોઃ ચાલુ વર્ષે કુલ ૩૦૧ ઉમેદવારો મેદાનમાં હતાં: જેમાં ૨૨૩ ઇન્ડીવિઝયુઅલ અને ૭૮ સંગઠ્ઠનોનો સમાવેશ થતો હતો access_time 11:26 am IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST