Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

અમેરિકાના હયુસ્ટમાં 'પ્રથમ'ના ઉપક્રમે સમર ''રિડેથોન ફોર ચિલ્ડ્રન'' પ્રોગ્રામનું લોંચીંગ કરાયું: 'થેંકર્યુ કાર્ડ'નું વિતરણ કરાયું

હયુસ્ટનઃ ભારતની ૩૫ ટકા વસતિ નિરક્ષર છે. જેમને શિક્ષિત કરી ગરીબી દુર કરવા કાર્યરત તથા ભારતના ૨૦ સ્ટેટના છેવાડાના વિસ્તારોમાં વિનામૂલ્યે શિક્ષણની વ્યવસ્થા કરતા ઓર્ગેનાઇઝેશન 'પ્રથમ'ના ઉપક્રમે તાજેતરમાં અમેરિકાના હયુસ્ટનમાં સમર 'રિડેથોન ફોર ચિલ્ડ્રન' પ્રોગ્રામનું લોંચીંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પુરૂ પાડવા ફંડ ભેગુ કરાશે તથા વાંચન માટે પુસ્તકો પૂરા પાડવામાં આવશે.

ઉપરોકત રિડેથોન ફોર ચિલ્ડ્રન પ્રોગ્રામ અંતર્ગત ૨૦૧૮ની સાલમાં ૧૦ હજાર ડોલરનું ફંડ ભેગુ થઇ ગઇ હતું. આ તકે થેંકયુ કાર્ડનું વિતરણ કરાયું હતું. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:55 pm IST)