Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

" હિટ એન્ડ રન કેસ ": બ્રિટનમાં સડક દુર્ઘટનામાં ભારતીય મૂળના 29 વર્ષીય યુવાનનું કરૂણ મોત : હેન્ડ્સવર્થમાં રસ્તો ઓળંગતી વખતે પુરપાટ ઝડપે આવેલો કાર ચાલક અડફેટે લઇ રફુચક્કર : પોલીસ તપાસ ચાલુ

લંડન : બ્રિટનના હેન્ડ્સવર્થમાં શનિવારે બનેલી ઘટના મુજબ પુરપાટ ઝડપે ધસી આવેલો એક કાર ચાલક રસ્તો ઓળંગી રહેલા ભારતીય મૂળના 29 વર્ષીય યુવાન રાજેશ ચંદને અડફેટે લઇ નાસી છૂટ્યો હતો.જે અનુસંધાને પોલીસે એક શકમંદ યુવાનની ધરપકડ કરી છે.તેમજ અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી કાર તથા તેના ચાલકની શોધખોળ ચાલુ છે.જે માટે નજરે જોનાર કોઈ હોય તો જાણ કરવા વિનંતી કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)