Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

કેન્યામાં આવેલા હિલ્સ ગેટ નેશનલ પાર્કમાં અચાનક પાણીના ઘોડાપુર : 5 ભારતીય પર્યટક સહિત 6 પાણીમાં ગાયબ

કેન્યા : આફ્રિકાના કેન્યામાં આવેલા હિલ્સ ગેટ નેશનલ પાર્કમાં અચાનક પૂર આવતા 5 ભારતીય પર્યટક તથા ટુર ગાઈડ સહિત 6 ના મોત નિપજ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા  મળે છે. પોલીસ કમાન્ડર માર્કસ ઓચોલાએ જણાવ્યું કે અચાનક પૂર આવતા પર્યટકોની વેન તણાઇ ગઇ હતી.તેમણે જણાવ્યા મુજબ  ટૂર ગાઇડ આસપાસના હવામાનને પારખી શક્યો નહીં

 ઘટના રવિવારના સ્થાનિક સમય પ્રમાણે સાંજે ચાર વાગ્યે થઇ હતી. ઓચોલાએ જણાવ્યું કે પૂરના પાણીનું સ્તર ઉંચુ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં પરેશાની આવી રહી છે. ઓપરેશન ધીમી ગતિએ ચાલુ છે. શોધખોળ અને બચાવકાર્ય માટે વધુ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:41 pm IST)