Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

જો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડને પોતાના પ્રચાર માટે ડિજિટલ ચીફ ઓફ સ્ટાફ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ચિફ  ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી છે.

ઉપરોક્ત નિમણૂંક અંગે હર્ષ વ્યક્ત કરતા સુશ્રી રાજે જણાવ્યું હતું કે ચૂંટણી આડે 130 દિવસ બાકી છે તેવા સંજોગોમાં અમે એક પણ મિનિટ બગાડવા માંગતા નથી.
ઉલ્લેખનીય છે કે કોવિદ -19 ના વ્યાપને કારણે ચૂંટણી પ્રચાર ડિજિટલ માધ્યમથી થઇ રહ્યો છે.

(1:50 pm IST)
  • સુરતમાં કોરોના વિસ્ફોટ થતાં ભારે ચિંતાઃ હિરા ઉદ્યોગ બંધ : સુરતમાં કોરોનાના કેસ વધતા ચિંતાઃ ચેપ વધુ ન ફેલાય તે માટે હિરાઉદ્યોગ બંધઃ લોકો પણ ખાસ સાવચેતી રાખેઃ જયંતિ રવિઃ ''હોમ આઇસોલેશન'' માટે લોકોને જયંતિ રવિની અપીલ access_time 2:49 pm IST

  • ભારત-ચીન વચ્ચે ૧૨ કલાક સુધી ચાલી કોર કમિટિની બેઠક : ગઇકાલે ભારત અને ચીન વચ્ચે કોર કમિટિની બેઠક ૧૨ કલાક સુધી ચાલી. ભારતે ચીનને ૨૨ જુને થયેલી સહમતીને ઝડપી અમલ બનાવવા માટે કહ્યું એલએસીથી ચીનના સૈનીકો ઓછા કરવા માટે સહમતી બની હતી. ૨૨ જુને બનેલી સહમતીની પરીક્ષા પણ કરવામાં આવી અને ચીને સેના પાછી હટાવવાનું કહી ફરી ગયાની વાતપણ ભારતે કરી હતી. access_time 12:58 pm IST

  • રાત્રે જામનગરના દિગ્જામ ફલાય ઓવર ઉપર રોંગ સાઇડ રિક્ષાનો અકસ્માત : વિશાલ ઇન્ટરનેશનલ પાસે રીક્ષા ચાલક પોતાની રિક્ષા રોંગ સાઈડમાં ચલાવી જતા એક્સીડન્ટ સર્જાયું હતું રેલ્વેના પાટા ઉપરનો ઓવર બ્રિજમાં અકસમાત સર્જાતા ભાનુશાળી યુવાન ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે access_time 1:30 am IST