Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ભારતના શીખ શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર : 16 માર્ચથી બંધ કરાયેલ કરતારપુર કોરિડોર સોમવારથી ખુલ્લું મુકાશે : મહારાજા રણજિતસિંહની પુણ્યતિથિ નિમિતે પાકિસ્તાન સરકારનો નિર્ણય

ઇસ્લામાબાદ : ભારતના શીખ શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે.જે મુજબ 16 માર્ચથી બંધ કરાયેલ કરતારપુર કોરિડોર સોમવારથી ખુલ્લું મુકાશે
મહારાજા રણજિતસિંહની પુણ્યતિથિ નિમિતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઉપરોક્ત નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે શીખોના ધર્મગુરુ નાનક સાહેબે તેમના જીવનના અંતિમ 18 વર્ષ પાકિસ્તાનમાં આવેલા કરતારપુર ગુરુદ્વારા ખાતે વિતાવ્યા હતા.તેથી સમગ્ર વિશ્વમાં વસતા શીખો માટે આ સ્થળ તીર્થધામ છે.

(2:08 pm IST)
  • સુરત-કામરેજના ગુમ થયેલ મહેસાણાના વતની SRP જવાન હાર્દિક દેસાઈનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો. મૂળ મહેસાણાનો વતની પરિવારને લેવા જવાનું કહી કાર લઈ નીકળ્યો હતો access_time 9:11 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST

  • અનલોક એકની સાનુકૂળ અસર :જૂન માસ દરમિયાન દેશમાં બેરોજગારી દર અડધા ઉપરાંત ઘટી ગયો : સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમીનો અહેવાલ access_time 6:29 pm IST