Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ન્યુઝ એન્કર રોહિત સરદાનાનું કોરોનાથી નિધન

પત્રકાર જગતમાં શોકનું મોજુ : હાલમાં આજતક ચેનલ પર હતા એન્કર

નવી દિલ્હી તા. ૩૦ : ખ્યાતનામ ન્યૂઝ એંકર રોહિત સરદાનાનું કોરોનાના કારણે મોત થઈ ગયુ છે. લાંબા સમયતી જી ન્યૂઝમાં એંન્કર રહેલા રોહિત સરદાના હાલ આજ તક ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે કામ કરી રહ્યા હતા. સુધીર ચૌધરીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

સરદાના છેલ્લા ૨૦ વર્ષથી પત્રકારત્વમાં હતા. વ્યસ્ત સરદાનાને ૨૦૧૮માં ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. સરદાનાના મોતથી દેશભરમાં શોકનું મોજુ છે. નામાંકિત પત્રકાર સુધિર ચૌધરીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. કોરોના વાયરસથી સંક્રમિત થતાં રોહિત સરદાનાને દિલ્હીની મેટ્રો હોસ્પિટલમા દાખલ કરાયા હતા.

જયાં ૧૦ દિવસથી સરદાનાની સારવાર ચાલતી હતી. કોરોનાની સારવાર દરમિયાન અચાનક તબિયત બગડતા તેમની હાલત અત્યંત ખરાબ થઈ હતી.

લાંબા સમયથી ટીવી મીડિયાનો ચહેરો રહેલા રોહિત સરદાના હાલ આજ તકમાં પ્રસારિત થતાં શો દંગલમાં એન્કરીંગ કરી રહ્યા હતા.૨૦૧૮માં રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી નવાઝમાં આવ્યા હતા. વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ રોહિત સરદાનાના મોતની જાણકારી આપી છે.આજે સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમના પરિવારમાં ઉંડા શોકની લાગણી પ્રવર્તી છે.

(3:15 pm IST)