Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

પડકારજનક પરિસ્થિતિમાં પણ LIC દ્વારા દાવા પેટે રૂ.૧.૩૪ ટ્રીલીયન ચુકવણું

રાજકોટ તા. ૩૦ : ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની, એલઆઇસી સમગ્ર પાછલા વર્ષના કોરોના રોગચાળાને કારણે ખુબ પડકારજનક વ્યાપારિક વાતાવરણ હોવા છતા તેનું પ્રભાવશાળી નવું વ્યાપાર પ્રદર્શન ચાલુ રાખેલ છે.

૨૦૨૦-૨૧ ના હાલમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એલઆઇસીએ ગત વર્ષ કરતા ૧૦.૧૧% વૃધ્ધી સાથે વ્યકિતગત એશ્યોરન્સ બિઝનેસ હેઠળ રૂ.૫૬૪૦૬ કરોડની સૌથી વધુ પ્રથમ વર્ષની પ્રીમિયમ આવક પ્રાપ્ત કરેલ છે. રૂ.૨.૧૦ કરોડ પોલીસીઓનું વેંચાણ કરેલ છે. જેમાંથી ફકત માર્ચ મહીનામાં ૪૬.૭૨ લાખ પોલીસી ખરીદ કરવામાં આવી છ. જે ગયા વર્ષના સમાન મહીના સામે ર૯૮.૮૨ ની વૃધ્ધી દર્શાવે છે.

એલઆઇસીએ કોરોના પીરીયડમાં કામચલાઉ આંકડા મુજબ અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૮૪ ટ્રીલીયન (લાખ કરોડ) નવુ પ્રીમિયમ એકત્ર કર્યુ છે. પોલીસીધારકોને દાવા પેટે રૂ.૧.૩૪ ટ્રીલીયન ચુકવેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કોર્પોરેશને રૂ.૧૮૧૩૭.૩૪ કરોડના ૯.૫૯ લાખ મૃત્યુ દાવાની પતાવટ કરી હતી. માર્ચ ૨૦૨૧ માં બાકી એન્યુઇટી ચુકવણી પણ નિયત તારીખે કરવામાં આવી છે.

(2:59 pm IST)