Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ઊતાર-ચઢાવ સાથે નિફ્ટી, સેન્સેક્સમાં સામાન્ય વધારો

બજાજ ફાઇનાન્સના શેરમાં ૬.૬૦ ટકાનો ઉછાળો : સેન્સેક્સમાં ૩૨, નિફ્ટીમાં ૩૦ પોઈન્ટનો વધારો નોંધાયો

નવી દિલ્હી, તા. ૨૯ : સ્થાનિક શેરબજારો ગુરુવારે નજીવા વધીને બંધ થયા છે. પ્રથમ દિવસના ટ્રેડિંગ દરમિયાન, એપ્રિલ ફ્યુચર અને ઓપ્શન્સ એક્સપાયરીને કારણે ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. બીએસઈ સેન્સેક્સ ૩૨.૧૦ પોઈન્ટ અથવા ૦.૦૬ ટકાના વધારા સાથે ૪૯,૭૬૫.૯૪ ના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૩૦.૪૦ પોઇન્ટ એટલે કે ૦.૨૦ ટકાના વધારા સાથે ૧૪,૮૯૪.૯૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. એનએસઈ નિફ્ટીમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના શેરો સૌથી વધુ વધ્યા હતા. તે જ સમયે, હીરો મોટોકોર્પ, આઇશર મોટર્સ, બજાજ ઓટો, એચડીએફસી અને એચસીએલ ટેક્નોલોજીસ ગિરાવટ સાથે બંધ રહ્યો હતો.

સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો મેટલ ઇન્ડેક્સમાં ૪.૫ટકાનો ઉછાળો જોવાયો હતો. ઓટો અને પીએસયુ બેંકમાં એક-એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઇનાન્સના શેરમાં ૬.૬૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સના શેરમાં ૩.૮૯ ટકાનો વધારો થયો છે. આ સિવાય એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઇન્ડ બેંક, ડો. રેડ્ડીઝ, સન ફાર્મા, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર વૃધ્ધિ સાથે બંધ રહ્યા છે.

બીજી તરફ, એચડીએફસી સ્ટોકમાં ૧.૭૬ ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત એચસીએલ ટેક, બજાજ ઓટો, લાર્સન અને ટુબ્રો, એસબીઆઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે ઇન્ડિયા, એનટીપીસી, આઇટીસી, ભારતી એરટેલ, પાવરગ્રિડ, ટીસીએસ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન, એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા, મારૂતિ અને ઇન્ફોસીસના શેર્સ લાલ નિશાન સાથે બંધ થયા છે. એલ.કે.પી. સિક્યોરિટીઝના હેડ (રિસર્ચ) એસ. રંગનાથને કહ્યું, 'મેટલ (સ્ટીલ અને એલ્યુમિનિયમ) શેરોમાં ઝડપી અસ્થિરતા વચ્ચે સૂચકાંક લગભગ ફ્લેટ બંધ રહ્યો. સિમેન્ટ શેરો અને ખાનગી બેંકોમાં ખરીદીને કારણે બજારમાં પણ વેગ પકડ્યો હતો, જ્યારે દિવસના સત્ર દરમિયાન નફામાં બુકિંગનો થોડો ટ્રેન્ડ રહ્યો હતો.

(12:00 am IST)