Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

તેલંગણાનું નાનુ ગામ જમ્‍મુકુંટા દરરોજ સવારે 1 મિનિટ થોભી જાય છેઃ અહીં દરરોજ વાગે છે રાષ્‍ટ્રગીત

હૈદરાબાદઃ તેલંગાણા રાજ્યના એક નાનકડા ગામ જમ્મુકુંટામાં દરરોજ સવારે 8.00 કલાકે જનજીવન 1 મિનિટ માટે થોભી જાય છે, કેમ કે, અહીંના લોકો રાષ્ટ્રગીત ગાવા માટે દરરોજ એક મિનિટ માટે ઊભા રહી જાય છે. હૈદરાબાદથી 140 કિમી દૂર આવેલા કરીમનગર જિલ્લાના નાનકડા કસબામાં 15 ઓગસ્ટ, 2017થી રાષ્ટ્રગીત લોકોની દિનચર્યાનો એક ભાગ બની ગયું છે. એક સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટરની પહેલ છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં દેશભક્તીની લાગણી જગાડવાનો છે.

શહેરમાં દરરોજ રાષ્ટ્રગીત વગાડવાની અને ગાવાની પરંપરાનો કોઈ પણ રાજકીય પક્ષ કે સરકાર સાથે સંબંધ નથી. અહીં વર્તમાનમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિની સરકાર છે અને ચંદ્રશેખર રાવ અહીંના મુખ્યમંત્રી છે.

16 સ્થળે તેલુગુ અને હિન્દીમાં અપાય છે સુચના

સવારે 7.58 કલાકે લોકોને સાવચેત કરવા માટે શહેરના 16 જાહેર સ્થળે સંબોધનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તેલુગુ અને હિન્દી ભાષામાં જાહેરાત કરવામાં આવે છે. જાહેરાતની બે સેકન્ડ પછી રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થઈ જાય છે.

વાહન હોય કે પગે ચાલતા લોકો, બધા ઊભા રહી જાય છે

રાષ્ટ્રગીત વાગવાની શરૂઆત થતાની સાથે વાહનો જ્યાં હોય ત્યાં ઊભા રહી જાય છે તો પગે ચાલતા લોકો પણ પોતાના સ્થાને ઊભા રહી જાય છે. રાષ્ટ્રગીતને સન્માન આપવા માટે ઓફસિ જતા લોકો હોય કે પછી રોજિંદા કામદાર, સ્કૂલના બાળકો હોય કે ઘરમાં કામ કરતી મહિલાઓ, તમામ લોકો 52 સેકન્ડ માટે પોતાના તમામ કામ છોડીને ઊભા રહી જાય છે અને રાષ્ટ્રગીત ગાય છે. રાષ્ટ્રગીત પુરું થયા પછી લાઉડસ્પીકર પર દેશભક્તીના ગીતો વગાડવામાં આવે છે. જોકે, રાષ્ટ્રગીત પુરું થયા પછી લોકો ફરી પોતાના કામે લાગી જાય છે.

સુપ્રીમના આદેશથી મળી પ્રેરણા

છેલ્લા બે વર્ષમાં શહેરની પોલિસે સ્વયંસેવકોની મદધથી નાગરિકોને રાષ્ટ્રગીત પ્રત્યે સન્માન કરવાની તાલીમ આપી છે. હવે લોકોને ટેવ પડી ગઈ છે. જમ્મીકુંટાના પોલીસ ઈન્સપેક્ટર પિંગિલી પ્રશાંત રેડ્ડીએ લોકોમાં દેશભક્તીની લાગણી જગાડવા માટે પ્રક્ટિસ શરૂ કરી હતી.

રેડ્ડીએ જણાવ્યું કે, 'સુપ્રીમ કોર્ટે જ્યારે સિનેમાઘરોમાં દરેક શો પહેલા રાષ્ટ્રગીત વગાડવાનું અનિવાર્ય કર્યું ત્યારે મેં વિચાર્યું કે શહેરના સ્તરે પણ કામ શા માટે કરવામાં આવે. વિચારને સમાજના તમામ વર્ગોનું સમર્થન મળ્યું છે.'

બીજા શહેરે પણ લીધી પ્રેરણા

જમ્મીકુંટા શહેરમાંથી પ્રેરણા લઈને 2018માં પેદાપલ્લી જિલ્લાના ગોદાવરીખાની શહેરમાં પણ પ્રકારની શરૂઆત કરવામાં આવી હતી. ગોદાવરીખાનીના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ દ્વારા સ્થાનિક અધિકારીઓની મદદથી 25 સ્થળે જાહેર સંબોધનની વ્યવસ્થા સ્થાપવામાં આવી અને સમગ્ર શહેરમાં 111 રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવ્યા.

(5:20 pm IST)