Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

૧૦ કરોડ પાછા માંગનારા કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમની સલાહ

કાર્તિએ તેમના લોકસભા વિસ્તાર પર વધુ ધ્યાન આપવુ જોઇએઃ કોર્ટ : રકમ પાછી આપવાની અરજી સુપ્રીમે ફગાવી દીધી

નવીદિલ્હી, તા.૨૯: કાર્તિએ સુપ્રીમ કોર્ટમાં જપ્ત કરાયેલા ૧૦ કરોડ રૂપિયા પાછા આપવા માટે અરજી કરી હતી. આ રકમ વિદેશ જવાની પરવાનગી મળ્યા બાદ કાર્તિએ જમા કરાવી હતી. જોકે રકમ પાછી આપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કાર્તિએ અરજીમાં કહ્યુ હતુ કે, આ રકમ લોન પર લીધી છે અને તેના પર વ્યાજ ચુકવવુ પડી રહ્યુ છે.

સુપ્રીમ કોર્ટે સાથે સાથે કાર્તિને સલાહ આપતા કહ્યુ હતુ કે, કાર્તિએ પોતાના લોકસભા વિસ્તાર પર વધારે ધ્યાન આપવુ જોઈએ. કાર્તિ તામિલનાડુની બેઠક પર કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

એ જણાવવુ જરૂરી છે કે, આઈએનએકસ મીડિયા કેસમાં ઈડી દ્વારા ગત ઓકટોબરમાં કાર્તિ પર કાર્યવાહી કરાઈ હતી. તેમની ભારત અને વિદેશમાં સ્થિત ૫૪ કરોડની સંપત્ત્િ। જપ્ત કરવામાં આવી હતી. જેમાં બેંક એકાઉન્ટ પણ સામેલ છે. કાર્તિ પર આરોપ છે કે, તેણે વિદેશમાંથી ૩૦૫ કરોડ રૂપિયા મેળવવા માટે આઈએનએકસ મીડિયાના માલિકોની મદદ કરી હતી. તે વખતે પી.ચિદમ્બરમ નાણામંત્રી હતા.

(4:08 pm IST)