Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

દારૂની લતને રવાડે મા હોસ્પિટલ ભેગી થઇ ૬ વર્ષની દિકરી ભીખ માગીને કરાવે છે ઇલાજ

બેંગ્લોર, તા. ર૯ : બાળકો આડા રવાડે ચડી ગયા હોય તો મા-બાપ મમતાને કારણે તેમની દેખરેખ કરે છે, પરંતુ કર્ણાટક રાજયના કોપ્પ્લ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. દુર્ગમ્મા નામની મહિલાના પતિએ તેને છોડીને બીજા લગ્ન કરી લીધાં છે. દુર્ગમ્મા સાથે તેની છ વર્ષની દિકરી છે. જો કે અત્યારે દીકરીના માથે માનું છાપરૃં  પણ નસીબ નથી, કારણ કે દુર્ગમ્મા પણ દારૂની લતને કારણે હોસ્પિટલમાં ભરતી થઇ છે. છેલ્લા એક વીકથી છ વર્ષની બાળકી ભાગ્યશ્રી માની સેવા કરી રહી છે. હોસ્પિટલના પ્રાંગણમાં તે ભીખ માગે છે. અને માના ઇલાજનો ખર્ચ કાઢે છે. તે પોતાના હાથે માને ખાવાનું ખવડાવે છે. અને નવડાવી ધોવડાવીને કપડાં પહેરાવવાનું કામ પણ તે જ કરે છે. જયારે બાળકીની આપવીતી હોસ્પિટલના મેનેજમેન્ટ સુધી પહોંચી ત્યારે તેમણે મહિલા અને બાળવિકાસ વિભાગને જાણ કરી છે. આ વિભાગ હવે દુર્ગમ્માના ઉપચારની જવાબદારી લેવા તૈયાર છે. અને  ભાગ્યશ્રીને સ્કુલ મોકલીને ભણવા મોકલશે.

(3:08 pm IST)