Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાહુલ ગાંધીએ અધ્યક્ષપદ છોડ્યું તો સચિન પાયલોટ ધારાસભ્યોની ટીમ સાથે સામુહિક રાજીનામાં આપશે !!

સચિન પાયલોટ રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું પદ છોડી શકે

 

નવી દિલ્હી ;કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામું આપવા ઓફર કરી છે જોકે હાલમાં વાતને પાર્ટીએ મંજુર રાખી નથી એવામાં  રાજસ્થાન સરકારમાં નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પદ છોડી શકે છે.

    સમાચાર એજન્સી આઇએએનએસનું કહેવું છે કે રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડવાની સ્થિતિમાં સચિન પાયલટ પણ પોતાના પદેથી રાજીનામું આપી શકે છે. IANS ટ્વીટ કર્યું છે કે જો રાહુલ ગાંધી પાર્ટીમાં પોતાનું સર્વોચ્ચ પદ છોડશે તો સચિન પણ રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું પદ છોડી શકે છે. એટલું નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સચિન પોતાના ધારાસભ્યોની ટીમની સાથે પદ છોડશે.

  પહેલા રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની વાત બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ પણ રાજીનામાની વાત વહેતી થઇ હતી

(8:59 am IST)