Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમેરિકામાં શીખ ધર્મના અભ્યાસ માટે ''ધનકૌર સહોટા ચેર'' શરૃ કરાઇઃ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇરવિન મુકામે શરૂ કરાયેલ ચેર પ્રસંગે સેંકડો મહાનુભાવોની ઉપસ્થિતિ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઇરવિન ખાતે શીખ ધર્મના અભ્યાસ માટે ધનકૌર સહોટા ચેર શરૃ કરાઇ છે.

૬મે ૨૦૧૯ના રોજ શરૃ કરાયેલ આ ચેર પ્રસંગે ઇંગ્લેડ, કેનેડા, રોચેસ્ટર, ન્યુયોર્ક,હયુસ્ટન, લાસ વેગાસ, સહિતના સ્થળોએથી સેંકડો આમંત્રિતોએ હાજરી આપી હતી.

આ તકે સમારોહના અધ્યક્ષ ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી અનિથ હુંડલે તથા ડીન વિલીઅમ મોરર, વાઇસ ચાન્સેલર બ્રિઆન હાર્વે, ડો.સુરેશ જૈન, ડો. જશવંત મારવાહ, ડો.પશૌરા સિંઘ, ડો.ગુરિન્દરસિંઘ, ડો.જસબીર, GOPIOના શ્રી ઇન્દરસિંઘ, પાઉલ સિંઘ, અવિન્દર સિંઘ ચાવલા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ ચેર શરૃ કરવા માટે ડો.હરવિન્દર તથા ડો.આશા સહોટાએ આપેલા ૧.૫ મિલીઅન ડોલરના ડોનેશન બદલ તેમનું બહુમાન કરાયું હતું.

(9:03 am IST)