Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

અમેરીકાના ન્યુજર્સી, ન્યુયોર્ક અને કનેક્ટીકટને લોકડાઉન કરવા ટ્રમ્પ તંત્રની તૈયારી : ટૂંકસમયમાં નિર્ણંય લેવાશે

ન્યુયોર્ક અને ફ્લોરીડાના ગવર્નર સાથે લોકડાઉન અંગે ચર્ચા: મુસાફરી ઉપર પ્રતિબંધ મુકાશે

વી દિલ્હી : અમેરીકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે કોરોના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, અમેરીકાના ન્યુજર્સીના કેટલાક વિસ્તારોમાં, ન્યુયોર્ક અને કનેક્ટિકટને થોડા સમયમાં લોકડાઉન (કોરન્ટાઇન) કરવાનો નિર્ણય લેવાશે

 . કોરોના વાઇરસના કેસો અટકાવવા માટે વહેલી તકે આ નિર્ણય લેવામાં આવશે. આ લોકડાઉન બે અઠવાડિયા માટે જાહેર કરવામાં આવશે. મેં ન્યુયોર્ક અને ફ્લોરીડાના ગવર્નર સાથે વાત કરી છે અને લોકડાઉન અંગે ચર્ચા કરી છે. મુસાફરી ઉપર પ્રતિબંધ મુકવાનો પણ અમે વિચાર કરી રહ્યા છીએ કારણ કે તેને કારણે ફ્લોરીડામાં સમસ્યા ઉભી થઇ છે. આ જાહેરાત સમયે ટ્રમ્પના ચહેરા ઉપર ચિંતા સ્પષ્ટ જણાઈ આવતી હતી.

(12:33 am IST)