Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ગજબનાક : દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગ તળિયે :સંગ્રહ શક્તિ પૂર્ણ : ટેન્ક ભરાઈ ગયા : આયાત સપ્લાઈ અટકવી

કંપનીએ ક્રૂડ સપ્લાયરને વિશેશ લેટરમાં જાણકારી આપી કે હવે છલોછલ છે મોકલતા નહીં

નવી દિલ્હી : લોકડાઉનને કારણે પેટ્રોલ-ડીઝલની માંગ સૌ તળિયે બેઠી છે જેના કારણે ભારતની બે મોટી રિફાઈનરીએ મિડિલ ઈસ્ટથી કાચુ તેલ (ક્રૂડ ઓઈલ) આયાત બંધ કરવાો નહીં નિર્ણય લીધો છે. આ બંને કંપનીઓએ કોન્ટ્રાક્ટમાં એક વિશેષ ક્લોઝના આધાર પર આ નિર્ણય કર્યો છે, જેમાં કોઈ આપદાની સ્થિતિમાં તે કોન્ટ્રાક્ટનું પાલન કરવા માટે બાધ્ય નહી હોય. ત્રણ અઠવાડીયા માટે દેશવ્યાપી હડતાળના કારણે ઈંધણની માંગ ખુબ ઘટી ગઈ છે. કોરોના વાયરસની મહામારીને જોતા લોકડાઉન બાદ હવે કંપનીઓ પાસે એટલી ક્ષમતા નથી કે, તે ઈંધણનો સ્ટોક કરી શકે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના એક રિપોર્ટમાં સૂત્રોના હવાલે કહ્યું કે, આ કંપનીઓના ટેન્ક પૂરી રીતે ભરાઈ ચુક્યા છે.

          ગત અઠવાડીયે જ પ્રધાનમંત્રીએ દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારબાદ દેશના 1.3 અબજ લોકો ઘરોમાં બંધ છે. આ કારણથી હવે ઘરેલુ બજારમાં ઈંધણની માંગ નિમ્ન સ્તર પર પહોંચી ચુકી છે. રિફાઈનરી કંપનીઓ પાસે હવે તેનો સ્ટોક કરવાની જગ્યા નથી.
દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને નાફ્થા ક્રેકર પ્લાન્ટની ક્ષમતાને 30થી 40 ટકા ઓછી કરી દીધી છે. કંપનીએ ક્રૂડ સપ્લાયરને વિશેશ લેટરમાં જાણકારી આપી છે કે, તેણે તમામ ટેન્ક ઈંધણથી છલોછલ ભરી દીધા છે. હવે સ્ટોરેજની વ્યવસ્થા નથી. IOCLએ કહ્યું કે, COVID-19ના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ અમારા નિયંત્રણની બહાર છે. જેના કારણે અમે પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરવામાં અસમર્થ છીએ.

        ભારતમાં દરરોજ લગભગ 50 લાખ બેરલ ક્રૂડ ઓઈલની રિફાઈનરી થાય છે. તેનો એક તૃતિયાંસ ભાગ એકલો IOCL જ છે. પરંતુ હાલની પરિસ્થિતિથી મજબુર થઈ કંપનીએ મિડલ ઈસ્ટ સપ્લાયર્સને વિશેષ લેટર મોકલ્યો છે, જેને ફોર્સ મેજ્યોર કહેવામાં આવે છે. આ કંપનીઓ વચ્ચે થતા કોન્ટ્રાક્ટમાં એક ક્લોઝ હોય છે, જેમાં કંપની કોઈ આફતની સ્થિતિ અને આગામી ગતિવિધીઓને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય છે. આવી પરિસ્થિતિમાં આ કંપની આ ક્લોઝનો હવાલો આપી પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરવાની ના પાડી શકે છે.

(11:17 pm IST)