Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોનાના ખોફ વચ્‍ચે મળી મોટી ખુશી મહિલાઅે આપ્‍યો અેક સાથે ત્રણ બાળકોને જન્‍મ-પરિવારમાં ખુશીનો માહોલ

સિંગરોલી : અેક તરફ કોરોના વાયરસને લઇ પુરા દેશમાં મોતની કાલિમા છવાઇ રહી છે. લોકો દિવસ-રાત ખોફના પડછાયામાં જીવી રહ્યા છે. ત્‍યાં બીજી તરફ કોરોનાના કહેરની વચ્‍ચે સિંગરોલીના અેક સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રમાં અેક સાથે ત્રણ નાના બાળકોઅે જન્‍મ લીધો ચિકિત્‍સકોનું માનવું છે કે માતા અને બાળકો પુરી રીતે સ્‍વસ્‍થ્‍ય છે પણ ઓછા વજનને કારણે જિલ્‍લા હોસ્‍પિટલમાં ટ્રાન્‍સફર કર્યા છે.

સરઇના સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રમાં ગઇરાત્રે રિંકુ પનિકા નામની અેક ર૮ વર્ષિય મહિલાઅે અેક સાથે ત્રણ બાળકોને જન્‍મ આપયો. કોરોનાના સંકટને લઇ પ્રશાસનઅે બધા જ સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રોમાં પ્રસવ સુવિધા ઉપલબ્‍ધ કરાવી હતી.

(11:10 pm IST)
  • એર ઈન્ડિયાએ તમામ ડોમેસ્ટીક ફલાઈટો રદ્દ કરી : એર ઈન્ડિયાએ દેશમાં વિભિન્ન શહેરો વચ્ચે ઉડ્ડયન કરી રહેલ તમામ ડોમેસ્ટીક ફલાઈટો ૧૪ એપ્રિલ સુધી રદ્દ કરી છે access_time 3:50 pm IST

  • મોડીરાત્રે ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ દેશમાં કોરોના વાયરસના 882 કેસ થયા છે મૃત્યુઆંક 20 થયો છે જયારે 73 કેસોમાં રિકવરી થઇ છે : 785 એક્ટિવ કેસો છે જે બધા માઈલ્ડ નેચરના પોઝિટિવ કેસ છે access_time 12:32 am IST

  • ઈંગ્લેન્ડમાં કોરોનાનો નવો રાઉન્ડ આવે નહિં તે માટે ૬ મહિના સુધી લોકડાઉન જરૂરી : આરોગ્ય વડા access_time 4:22 pm IST