Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના વાયરસના ગંભીર પડકાર પર સોનિયા ગાંધીએ પાર્ટીની ટાસ્કફોર્સ બનાવી : પૂર્વ નાણામંત્રી પી. ચિદંમબરમ આગેવાની કરશે

નવી દિલ્હી :  કોંગ્રેસ શાસિત રાજયોમાં કોરોના વાયરસના ગંભીર પડકાર સાથે લોકડાઉનથી લોકોની વધેલી મુસીબતોનું તાત્કાલિક સમાધાન કાઢવા માટે સોનિયા ગાંધીએ પાર્ટીનું એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવયું છે. લોકડાઉનમાં પ્રવાસી મજુરોનું વતન ભણી જવું અને કોરોના સંક્રમણ રોકવાના પડકારને ધ્યાને લઇ પૂર્વ નાણામંત્રી પી. ચિદંમબરમહની આગેવાનીમાં પાંચ સદસ્યોનું ટાસ્ક ફોર્મ બનાવ્યું.

કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલએ સોનિયા ગાંધીના આ નિર્ણયની ઘોષણા કરી ટાસ્ક ફોર્સને તાત્કાલ્ીક પોતાનું કાર્ય શરૂ કરી દીધું છે. લોકડાઉનના કારણે મજુરો-કામદારોનું વતન ભણી જવાની સમસ્યાનું સમાધાન કાઢવું ટાસ્ક ફોર્સમાં વરિષ્ઠ નેતા જયરામ રમેશ, વીરપ્પા મોઇલલી અને છતીસગઢના કેબિનેટમંત્રી સાહુનો સમાવેશ થાય છે.

(10:48 pm IST)