Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

Jio સહિત આ કંપનીએ લોન્ચ કર્યા 'લોકડાઉન' સ્પેશ્યિલ પ્લાન

૨૧ દિવસના લોકડાઉનને કારણે દેશના કરોડો યુઝર્સ ઘરેથી કામ કરી રહ્યા છેઃ જેને ધ્યાને રાખીને દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ જેવી કે રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોને યુઝર્સ માટે દૈનિક ડેટા પ્લાન માટેના શ્રેષ્ઠ પ્લાન લોન્ચ કર્યા છે

મુંબઇ,તા.૨૮: કોરોના વાયરસને કારણે ૨૧ દિવસના લોકડાઉનને કારણે દેશના કરોડો યુઝર્સ દ્યરેથી કામ કરી રહ્યા છે. જેને ધ્યાને રાખીને દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ જેવી કે રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોને યુઝર્સ માટે દૈનિક ડેટા પ્લાન માટેના શ્રેષ્ઠ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનમાં દરરોજ 3GB સુધી ડેટા ખ્પ્નજી કરવામાં આવી રહી છે, જેથી ઘરે બેસી ઓફિસનું કામ કરતી વખતે ડેટા લિમિટની સમસ્યા ન સર્જાય. જો તમે પણ આજકાલ દ્યરેથી કામ કરી રહ્યા છો અને તમારી પાસે બ્રોડબેન્ડ કનેકશન નથી તો પછી આ પ્લાન તમારા માટે એકદમ ઉપયોગી થઈ શકે છે. તો ચાલો જાણીએ આ યોજનાઓ વિશે.

Jio

ફકત ડેટાની જરૂર હોય તો તમે રિલાયન્સ જિઓથી ૨૫૧ રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો. આ પ્લાનમાં ૫૧ દિવસની વેલિડિટી સાથે રોજ 2 GB મુજબ કુલ ૧૦૨ GB ડેટા આપવામાં આવી રહ્યો છે. જિઓના આ 4G ડેટા વાઉચરમાં કોલિંગ અથવા ફ્રી SMSદ્ગટ લાભ નથી. જો જિઓના દૈનિક ૩ઞ્ગ્ ડેટા પ્લાનની વાત કરીએ તો તમારા માટે ૩૪૯ રૂપિયાના પેકનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા અને ૧૦૦ ફ્રી SMS આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત આ યોજનામાં જિઓ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગની પણ ઓફર કરવામાં આવી છે. આ યોજના અન્ય નેટવકર્સ પર કોલ કરવા માટે ૧૦૦૦ મિનિટ ફ્રી અપાઈ રહી છે. પ્લાનની બીજી ખાસ વાત એ છે કે, આમાં તમને Jio એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળશે. સેલ્યુલર ડેટા દ્વારા દ્યરેથી કામ કરવા માટે આ યોજના ખૂબ સારી છે.

Vodafone

જો તમે વોડાફોન યુઝર છો, તો તમે ઘરેથી કામ કરવા માટે ૩૯૮ રૂપિયાનો પ્લાન બેસ્ટ છે. આ પ્લાનમાં 3GB ડેટા અને ૧૦૦ ફ્રી SMS ૨૮ દિવસની માન્યતા સાથે આપવામાં આવે છે. પ્લાનના સબ્સ્ક્રાઇબર્સ દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ કરી શકે છે. પ્લાનમાં વોડાફોન પ્લે અને ઞ્૫ નું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે. વોડાફોન વપરાશકર્તાઓ માટે એક સારા સમાચાર એ છે કે, કંપની ૨૪૯, ૩૯૯ અને ૫૯૯ રૂપિયાના પ્લાન પર ડબલ ડેટા ઓફર પણ આપી રહી છે. સામાન્ય રીતે આ ત્રણ પ્લાનમાં દૈનિક 1.5GB ડેટા મળે છે, જોકે હાલ આ ત્રણ પ્લાનમાં વધુ 1.5 GB ડેટા અપાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ યોજનાઓમાં તમને દરરોજ 3GB ડેટા મળશે. ત્રણેય પ્લાનમાં વોડાફોન પ્લે અને G5નાં અનલિમિટેડ કોલિંગ સાથે નિઃશુલ્ક સબ્સ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. માન્યતા વિશે વાત કરવામાં આવે તો રૂ. ૨૪૯ ના પ્લાનમાં ૨૮ દિવસની વેલિડિટી, ૩૯૯ રૂપિયાવાળા પ્લાનમાં ૫૬ દિવસની અને ૫૯૯ રૂપિયાની યોજનામાં ૮૪ દિવસનીની વેલિડીટી છે.

Airtel

એરટેલયુઝર્સની વાત કરીએ તો, તેમના માટે પણ જોરદાર પ્લાન આવ્યો છે. એરટેલે રૂ.૩૯૮ અને રૂ.૫૫૮ના બેસ્ટ પ્લાન લોન્ચ કર્યો છે. ૩૯૮ રૂપિયાના પ્લાનમાં ૨૮ દિવસની માન્યતા સાથે દરરોજ 3GB ડેટા મળશે. દૈનિક ૧૦૦ ફ્રી SMS આપતી આ પ્લાનમાં કોઈપણ નેટવર્કને અનલિમિટેડ કોલિંગ કરી શકશો. જયારે ૫૬ દિવસની માન્યતાવાળા ૫૫૮ રૂપિયાના પ્લાનમાં 3GB ડેટા, ૧૦૦ ફ્રી SMS અને કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. આ પ્લાનમાં કંપની એરટેલ એકસ્ટ્રીમ અને વિંક મ્યુઝિકનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ આપી રહી છે. ઉપરાંત આ બંને પ્લાનમાં સબ્સ્ક્રાઇબર્સને FASTagની ખરીદી પર ૧૫૦ રૂપિયાની કેશબેક મળે છે.

(4:02 pm IST)