Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

SBIએ ગ્રાહકોને આપ્યો ઝટકો : એફડીના વ્યાજદરમાં કર્યો ઘટાડો

૧લી એપ્રિલથી નવા દર લાગુ થશે : ૦.૭૫ ટકાનો ઘટાડો

નવી દિલ્હી તા. ૨૮ : લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેન્ક SBIએ હોમ અથવા કાર લોનના વ્યાજ દરો ઘટાડી દીધાં છે. પરંતુ સાથે જ SBIએ તમારી બચત પર કાતર ફેરવી દીધી છે. SBIએ તમારી ફિકસ્ડ ડિપોઝીટ એટલે કે FD પર વ્યાજ દરો ઘટાડી દીધાં છે. તેનો અર્થ એ છે કે જો તમે SBIમાં ફિકસ્ડ ડિપોઝીટ કરાવી હોય તો તમને પહેલાની સરખામણીએ ઓછુ વ્યાજ મળશે. જણાવી દઇએ કે દેશમાં પરંપરાગત, સુરક્ષિત અને નિશ્વિત વ્યાજ ઇનકમ માટે મોટાપાયે FDમાં રોકાણ કરવામાં આવે છે.

SBIએ ૨ કરોડ રૂપિયાથી ઓછી રિટેલ એફડી પર વ્યાજ દરો ૦.૫૦ ટકા સુધી ઘટાડ્યા છે. નવા વ્યાજ દરો ૨૮ માર્ચથી લાગુ થશે. સાથે જ આ એક મહિનાની અંદર બીજીવાર બન્યું છે જયારે SBIએ એફડી પર વ્યાજ દર ઘટાડ્યાં છે. તેની પહેલાં ૧૦ માર્ચે પણ SBIએ ફિકસ્ડ ડિપોઝીટ પર વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો.

૧ વર્ષથી ૧૦ વર્ષ સુધીના તમામ સમય ગાળાનો એફડી વ્યાજ દર ૫.૭ ટકા પર આવી ગયો છે. પાછલા કેટલાંક વર્ષોમાં લગભગ તમામ બેન્કે એફડીના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. એફડી પર વ્યાજ દરોના ઘટાડાનું સૌથી વધુ નુકસાન સિનિયર સિટીઝન્સનું થાય છે. હકીકતમાં આ વર્ગ એફડીના વ્યાજની આવક પર નિર્ભર કરે છે.  SBIએ રેપો રેટમાં ૦.૭૫ ટકાનો ઘટાડો કર્યો છે અને તેનો લાભ કરોડો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. બેન્કના નવા દરો એક એપ્રિલથી પ્રભાવી થશે. તે બાદ દરેક પ્રકારની રિટેલ લોન સસ્તી થઇ જશે.

દેશની સૌથી મોટી બેન્કઙ્ગભારતીય સ્ટેટ બેન્કઙ્ગ(SBI)માં છે તો આ ખબર તમારી માટે મહત્વની વાત છે. કારણ કે ૩૧ માર્ચ ૨૦૨૦થી લોકરમાં સામાન રાખવો મઘોં થઈ જશે. SBI એ લોકરના ચાર્જમાં વધારો કર્યો છે અને નવા ચાર્જ ૩૧ માર્ચે લાગુ થશે. એસબીઆઈએ લોકરના આકારના આધાર પર રેન્ટલ ચાર્જને ૫૦૦ રૂપિયા ૨૦૦૦ રૂપિયા સુધી વધારી દીધા છે. આ ફીસ એ વાત પર નિર્ભર કરશે કે ખાતા ધારકનું લોકર કયા શહેરમાં છે.

નાના લોકરના ભાડામાં ૫૦૦થી લઈને ૨,૦૦૦ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. જયારે એકસ્ટ્રા લાર્જ લોકરનો ચાર્જ ૯,૦૦૦ની જગ્યાએ હવે ૧૨૦૦૦ રૂપિયા આપવાનો રહેશે. મીડિયમ સાઈઝ લોકર માટે હવે ૧૦૦૦થી ૪૦૦૦ રૂપિયા સુધી વધુ ચાર્જ ચુકવવાનો રહેશે. મોટા લોકરનુ ભાડુ ૨૦૦૦થી ૮૦૦૦ રૂપિયા સુધી હશે.

સેફ ડિપોઝિટ લોકર બેન્કોની ખાસ સુવિધા હોય છે. આ લોકર અલગ અલગ આકારમાં આવે છે. તેનો ઉપયોગ લોકો પોતાની કિમતી વસ્તુઓને મુકવા માટે કરે છે. ફકત લોકર હોલ્ડર અથવા જોઈટ હોલ્ડર જ તેને ઓપરેટ કરી શકે છે. RBI નોટિફિકેશનના જણાવ્યા અનુસાર, કોઈ પણ બેન્કમાં ખાતા વગર પણ લોકર ખોલી શકાય છે. પરંતુ લોકરના ભાડા અને ચાર્જીસના સિકયોરિટી ડિપોઝીટનો હવાલો આપતા બેન્ક ખાતા વગર લોકર ખોલવામાં આના કાની કરે છે. આટલું જ નહીં અમુક બેન્ક તમારા પર મોટી રકમની ફિકસ્ડ ડિપોઝિટ (FD) માટે પણ દબાણ કરી શકે છે. માટે સારૂ રહેશે કે તમે તેજ બન્કમાં લોકર લો જેમાં સેવિંગ એકાઉન્ટ છે.

લોકર ખુલવા માટે કેવાયસી તસ્વીરોની સાથે કેવાયસી દસ્તાવેજ જમા કરવવા પડશે. બેન્ક ત્રણ વર્ષ માટે લોકરના રેટને કવર કરવાના માટે ફિકસ્ડ ડિપોઝિટ શરૂ કરવાની કહી શકે છે. અરજદારનેઙ્ગબેન્કઙ્ગસ્ટેડિંગ ઈસ્ટ્રકશન આપે છે કે તે ખાતામાંથી ફીને કાપી લે.

આ છે નવા વ્યાજ દરો

  

૭-૪૫ દિવસ :

૩.૫ ટકા

૪૬-૧૭૯ દિવસ

: ૪.૫ ટકા

૧૮૦-૨૧૦ દિવસ

: ૫ ટકા

૨૧૧ દિવસ- ૧ વર્ષથી ઓછુ

: ૫ ટકા

(2:43 pm IST)