Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોનાથી સાજા થયેલ ૧૦%માં ફરી વાયરસ ફેલાયો

ચીન વિશ્વને લગાતાર ભયભીત કરવા માગે છે? ફરી કોરોના શરૂ થયો છે પણ સ્વરૂપ હળવું

ચીન : ચીને કોરોના સંક્રમણને નાથવામાં ઘણા અંશ સુધી કાબુ મેળવી લીધો હતો. પરંતુ અહીં રોજ ફરીથી દિવસના ૪૦ દર્દીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળી રહ્યા છે. જયારે ૫૦૦૦થી પણ વધારે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કોરોનાને લઈને વુહાનના ડોકટર્સે જણાવ્યું કે જે દર્દીઓ અગાઉ સાજા થયા હતા તેમાંના લગભગ ૧૦ ટકામાં ફરીથી કોરોના જોવા મળ્યો છે. આ કેવી રીતે થયું તેનો ખ્યાલ કોઈને આવી રહ્યો નથી.

મળતી માહિતી અનુસાર ડોકટર્સ માટે પણ આ ચિંતાનો વિષય છે. રિકવર થયેલા દર્દીઓમાં કોરોના ફરીથી કઈ રીતે સંક્રમિત થઈ રહ્યો છે તેનું કારણ તેમને પણ મળી રહ્યું નથી. ડોકટર્સ કહે છે કે શરીરમાં કોરોનાના એન્ટીબોડીઝ વિકસિત થાય પછી અને ઈમ્યૂન થઈ ગયા પછી ફરીથી કોરોના દેખાવવો એ ચિંતાનો વિષય છે.

કોરોના ચેપના લક્ષણો હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓના ૫ થી ૧૦્રુ માં ફરીથી શરૂ થયા. આ સિવાય પણ એક અહેવાલમાં દાવો કર્યો છે કે વુહાનમાં સાજા થયેલા કોરોના દર્દીઓમાં ૫ થી ૧૦્રુ ફરીથી ચેપ લાગ્યો છે. આ અહેવાલમાં વુહાનમાં રહેતા એક પરિવારનો પણ ઉલ્લેખ છે જયાં પરિવારના ત્રણેય સભ્યોને સ્વસ્થ થયાના થોડા દિવસો પછી ફરીથી ચેપ લાગ્યો હતો.

કોરોનાથી સાજા થયેલા લોકોમાં ફરીથી કોરોના દેખાવવાના કારણે ટેસ્ટને લઈને પણ પ્રશ્નો થયા છે. આ વ્યકિતઓ અન્ય કોઈ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં પણ આવ્યા નથી છતાં તેમનામાં કોરોનાના લક્ષણો ફરીથી જોવા મળ્યા છે. ઙ્ગહાલમાં આ તમામ દર્દીઓની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે.

(1:12 pm IST)