Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

હૈદ્રાબાદ યુનિ.ના મહિલા ડોકટરનો વાયરસને નાથવા સફળતા મેળવ્યાનો દાવો

ડો.સીમા મિશ્રાએ સેલ એપિટોપ્સ નામની રસી ડિઝાઈન કરી

હૈદ્રાબાદ : યૂનિવર્સિટિ ઓફ હૈદરાબાદના જૈવ રસાયણ વિજ્ઞાનની એક ફેકલ્ટી મેમ્બરે કોરોના વાયરસને લઈને એક રસી બનાવી છે. આ રસીને ટી સેલ એપિટોપ્સ કહેવામાં આવે છે, જે નોવલ કોરોના વાયરસના બધા જ સંરચનાત્મક અને ગૈર સંરચનાત્મક પ્રોટીનના પરીક્ષણ માટે છે.

એક પ્રેસ કોન્ફરવ્સમાં કહેવામાં આવ્યુ છે કે, હૈદરાબાદ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સ્કૂલ ઓફ લાઇફ સાયન્સના ફેકલ્ટી સભ્ય ડો. સીમા મિશ્રાએ પરીક્ષણ માટે સેલ એપિટોપ્સ નામની સંભવિત રસી ડીઝાઈન કરી છે જે નોવેલ કોરોનોવાયરસ (2019-nCoV) ના તમામ માળખાકીય અને બિનમાળખાકીય પ્રોટીનોની વિરુદ્ઘ છે. આ રસી કોષોના પરમાણુઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી નાની કોરોનાવાયરલ પેપ્ટાઇડ્સ છે. રોગપ્રતિકારક શકિત એ કોષોને નાશ કરવા માટે ડિઝાઇન કરી શકાઈ છે. જે આ વાયરલ પેપ્ટાઇડ્સને નુકસાન પહોંચાડે છે. કોમ્પ્યુટેશનલ સોફ્ટવેરની સાથે શકિતશાળી રોગપ્રતિકારક શકિતનો ઉપયોગ કરીને, ડોકટર સીમા મિશ્રાએ આ સંભવિત એપિટોપ્સને એવી રીતે ડિઝાઇન કરી છે કે સમગ્ર જનસંખ્યાને આ રસી લગાવી શકાય છે તેમ જીએસટીવી નોંધે છે.

જોકે, આ પરિણામોની નિર્ણાયક રુપ પ્રદાન કરવાની પ્રાયોગાકત્મક રુપની તપાસ કરવામાં આવશે. આ પરિણામોની તાત્કાલિક પ્રાયોગાત્મક પરીક્ષા પર પારખવા માટે ચોક્કસ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા વૈજ્ઞાનિક સમુદાયમાં પ્રસારિત કરવામાં આવશે. એનકોવ (ncov) રસી ડિઝાઈન પર આ ભારતનું પ્રથમ અધ્યયન છે, જે વાયરસ દ્વારા બનાવનાર માળખાકીય અને ગેર-માળખાકીય પ્રોટીનમાં પૂરા કોરોનાવાયરસ પ્રોટીઓમની શોધ કરે છે.

(1:11 pm IST)