Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

બહાર જઇ રહ્યા છો તો રોજ કપડા ધોવા જરૂરી

ચેતજો... દરવાજાના હેન્ડલ, મોબાઇલ અને લેપટોપથી પણ કોરોના ફેલાય છે

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ અંગે યોગ્ય માહિતી ન હોવાના કારણે લોકોના મનમાં ડર છે. સાથે જ લોકો એવી સતર્કતા વર્તી રહ્યા છે જે કદાચ એટલી જરૂરી નથી. જેવી કે, શરદી ખાંસી વગર પણ N-95 માસ્ક લગાવીને ફરી રહ્યા છે. શરદી થાય તો પણ તેમને કોરોનાનું જોખમ લાગે છે.

લોકોના મનમાં ઉઠી રહેલા આવા જ સવાલોના જવાબ માટે અમે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા ભોપાલના ડાયરેકટર અને ઘ્ચ્બ્ પ્રોફેસર સરમન સિંહ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિક અને ગોરખપુર બ્રાન્ચના ડાયરેકટર રજનીકાંત સાથે વાત કરી હતી..ઙ્ગપહેલા એમ્સ ડાયરેકટર ડો. સરમન સિંહ સાથે સવાલ - જવાબ

૧. હું જે કપડાં રોજ પહેરું છું, શું તેનાથી સંક્રમણ થઈ શકે છે?

ઙ્ગહા બિલકુલ થઈ શકે છે. તમે જે કપડાં પહેરી રહ્યા છો તેને તરત ઘરે આવીને સારી રીતે ધોવો. કારણ કે બહાર નીકળવા પર અમે ઘણા લોકો સાથે અથડાઈએ છીએ. એવામાં સંક્રમણ કોઈના પણ દ્વારા કપડા સુધી આવી શકે છે. કપડાં પર હાથ લગાવીને તમે મોંઢા-નાક સુધી લઈ જશો અને સંક્રમિત થઈ જશો.ઙ્ગ

૨. શું ચપ્પલ, ઘડીયાળથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?

જુત્તા-ચપ્પલથી સંક્રમણ નથી ફેલાતું. ઘડીયાળ પહેરો છો તો તેને સેનાટાઈઝ કરતા રહો, કારણ કે ડ્રોપલેટ્સ દ્વારા ઘડીયાળ સુધી પણ સંક્રમણ આવી શકે છે.ઙ્ગ

૩. શું મોબાઈલ, કોમ્પ્યુટર -લેપટોપથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે?

બિલકુલ. આ તમામ ગેજેટ્સને સેનેટાઈઝ કરવા જરૂરી છે. કી-બોર્ડને સેનેટાઈઝ કરતા રહો. મોબાઈલની સ્ક્રીન પણ સેનેટાઈઝ કરો. જો કે આ ત્યારે જ થઈ શકે છે, જયારે કોઈ સંક્રમિત વ્યકિત તેમની આસપાસ રહે. સંક્રમણ જાતે પેદા નથી થતું. કયાંકને કયાંકથી ફેલાય છે.ઙ્ગ

૪. શું આ વાઈરસ હવામાં પણ રહે છે?

બિલકુલ રહે છે. હવાથી ધીમે ધીમે સપાટી પર આવે છે. હવામાં ઘણી મિનિટો સુધી રહે છે. એટલા માટે બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.ઙ્ગ

૫. કોઈને સંક્રમણ ન હોય, તો તેનાથી દૂર રહેવું જરૂરી છે?

દરેક વ્યકિત સાથે અંતર રાખવું જરૂરી છે. ઘરે હોવ તો પરિવારના લોકો સાથે ઓછામાં ઓછું ૧ મીટરનું અંતર રાખો. કોઈ પણ દ્વારા સંક્રમણ ફેલાઈ શકે છે.ઙ્ગ

૬. શું માસ્ક લગાવવું બધા માટે જરૂરી છે?

ના બિલકુલ જરૂરી નથી. N-95ને તો બિલકુલ ન લગાવશો કારમ કે એ ડોકટર્સ અને નર્સ માટે છે. જો તમને શરદી ખાંસી થઈ રહી છે તો જરૂર માસ્ક લગાવો જેથી અન્ય લોકો સુધી સંક્રમણ પહોંચી ન શકે. તમે એવું માનીને જ આગળ ચાલો કે તમે સંક્રમિત છો. આવું કરવાથી તમે જાતે પુરે પુરી સાવચેતી રાખી શકશો. લોકો કોઈ પણ કારણ વગર પણ માસ્ક લગાવી રહ્યા છે. આનાથી માસ્કનું કાળું બજાર ઊભું થયું છે.ઙ્ગ

૭. શું ડોર નોબથી પણ ઙ્ગઆ વાઈરસ આવી શકે છે?

તેનું સંક્રમણ ડ્રોપલેટથી થાય છે. જો ડ્રોપલેટ હવામાં અથવા કોઈ ઙ્ગસપાટી પર છે અને જો તમે એ સપાટી પર હાથ લગાવશો તો સંક્રમણનો શિકાર થઈ શકો છો. જો કે, જયારે તમે હાથને મોઢા-નાક પર લગાવશો, ત્યારે આ સંક્રમણ તમારી બોડીમાં અંદર ઙ્ગપહોંચશે. એટલા માટે વારં વાર હાથ ધોવા અને હાથને ચહેરા પર ન લગાવવાની અપીલ કરવામાં આવી રહી છે

૯.કોરોના વાઈરસના સંકેત કેટલા દિવસોમાં જોવા મળે છે?

ઙ્ગસામાન્ય રીતે ૫ થી ૭ દિવસોમાં તેના સંકેત જોવા મળે છે. ઘણી વખત ૧૪ દિવસો સુધીનો પણ સમય લાગી જાય છે. આ જ કારણે ૧૪ દિવસ ઓબ્જર્વેશન પીરિયડ રાખવામાં આવે છે.ઙ્ગ

૧૦. વાઈરસ કેટલા અંતરથી પણ મને શિકાર બનાવી શકે છે?

કોઈ પણ સંક્રમિત વ્યકિતના ૧ મીટરની આસપાસ સુધી તમે ગયા છો તો પણ તમને સંક્રમણ થવાની શકયતા વધી જાય છે. વાઈરસના ડ્રોપલેટ્સ ૧ મીટરના વિસ્તારમાં ફેલાય છે, એટલા માટે કહેવામાં આવે છે કે દરેકે ઓછામાં ઓછા ૧ મીટરનું અતંર જાળવવું જોઈએ.ઙ્ગ

૧૧. જો ઓફિસ અથવા ઘરમાં મારા સાથીને સંક્રમણ થયું છે તો શું કરવું જોઈએ?

જો તમે તેના સંપર્કમાં આવ્યા છો તો તાત્કાલિક કવોરેન્ટાઈન થઈ જવું જોઈએ.ઙ્ગ

કયાં કેટલો સમય રહે છે કોરોના

(11:50 am IST)